અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ પહેલાં ધમકી મળવા મામલે રાહુલ અને નરેન્દ્ર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલાં ધમકી મળવા મામલો
ક્રાઈમ બ્રાન્ચ JCP પ્રેમવીર સિંગનું નિવેદન
'મધ્યપ્રદેશથી આવ્યા હતા મેસેજ'
'રાહુલ અને નરેન્દ્ર નામના આરોપીની ધરપકડ'
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલાં ધમકી મળવા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ખાલીસ્તાની દ્વારા ધમકી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ JCP પ્રેમવીર સિંગનું નિવેદન સામે આવ્યું છે. JCPએ કહ્યું કે, 8 અને 9 માર્ચના રોજ પ્રિ-રેકોર્ડ મેસેજ આવ્યા હતા આ મેસેજ મધ્યપ્રદેશથી આવ્યા હતા
JCP પ્રેમવીર સિંગ
JCP પ્રેમવીર સિંગ શું કહ્યું?
JCP પ્રેમવીર સિંગે વિગતો આપતા જણાવ્યું કે, આરોપીએ ધમકી ભર્યો મેસેજ કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું અને મેસેજ મળ્યા બાદ મધ્યપ્રદેશના સતના ટાઉનમાં તપાસ કરવામાં આવી હતી. સતના ટાઉનથી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ મળી આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર અને રાહુલ નામના 2 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અન્ય એક આરોપી ગુરુપતવન સિંગ આતંકવાદી જાહેર થયો છે. ગુરુપતવન સિંગ સાથે આરોપીના કનેક્શનની તપાસ શરૂ કરાઇ. તેમણે કહ્યું કે, ધરપકડ થયેલો રાહુલ નામનો આરોપી ટેક્નિકલનો જાણકાર વ્યક્તિ છે. આરોપીઓ 1 વર્ષથી આ કૃત્ય કરી રહ્યા હતાં. આરોપીઓ VOIP કોલને એક્સચેન્જ કરીને પ્રિ-રેકોર્ડ કરતા હતા. મધ્યપ્રદેશના 2 મકાન ભાડે રાખીને આરોપી મેસેજ કરતા હતા. UAPA અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી 11 ટેલિફોન એક્સચેન્જ અને 180 સિમકાર્ડ મળ્યા છે.
લોકોને મળ્યા હતા ધમકી ભર્યા મેસેજ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, 9 માર્ચે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે. સાથે જ આમાં લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની ધમકી આપવામાં આવી હતી. તેમા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. જેનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો હતો.
બંને દેશના ખેલાડીઓના સુરક્ષા વધારાઈ હતી
ધમકીને લઈને બંન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારાઈ હતી. સાથે જ ધમકી પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી હતી. આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ હતી.