બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A case of fraud in the sale of diamonds

બે આરોપી ઝડપાયા / ગઠિયાની હાથસફાઈ, સુરતી વેપારીને વાતોમાં રોકીને 1.18 કરોડનો અસલી હીરો હડપી લીધો, જુઓ કેવું દોડાવ્યું દિમાગ

Dinesh

Last Updated: 06:30 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ અને ગુજરાત પોલીસે મળીને બે એવા ઠગોની ધરપકડ કરી છે જેમણે સુરતના એક હિરાના વેપારીને 1.18 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી

  • હીરાની લે-વેચમાં છેતરપિંડીનો મામલો
  • હીરાના સોદામાં 1 કરોડ 18 લાખની ઠગાઇ
  • ફેબ્રુઆરીમાં સુરતના વેપારીનો કર્યો હતો સંપર્ક


ગુજરાતના એક હિરા વ્યાપારીની સાછે રૂપિયા 1.18 કરોડની ઠગાઈ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યું મુજબ કે, ગુજરાત પોલીસે આ મામલે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી

મુંબઇથી બે આરોપીઓની કરાઇ ધરપકડ
આરોપીઓએ ગુજરાતના હીરાના વેપારી પાસેથી હીરા ખરીદવાના નામે છેતરપિંડી કરી હતી. જે વેપારીને જાણ થતાં તેણે ગુજરાત પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પશ્ચિમી ઉપનગરોમાં કાંદિવલી અને મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારમાંથી આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ સાથે સંમન્વય કરવામાં આવ્યું હતું.

 અસલી હીરાને પથ્થરમાં બદલી નાંખ્યા
પાપ્ત વિગત મુજબ બંને આરોપીઓએ કિંમતી પથ્થર ખરીદવા માટે ફેબ્રુઆરીમાં સુરતના એક હીરાના વેપારીનો સંપર્ક કર્યો હતો.  એક આરોપી ફરિયાદી સાથે વાત કરતો રહ્યો ત્યારે અન્ય આરોપી રૂ. 1.18 કરોડના અસલી હીરાને નકલી પથ્થરથી બદલી દીધા હતા. 

છેતરપિંડીનો કેસ
 પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે વેપારીને ખબર પડી કે, તેની સાથે ઠગાઈ છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને મુંબઈથી શોધી કાઢ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 120-બી (સડયંત્ર) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ