Team VTV01:48 PM, 22 Jan 22
| Updated: 02:03 PM, 22 Jan 22
આણંદના બોરસદ શહેરમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદમાં રહેતા વેપારીની પત્નીના શંકાસ્પદ મોત અંગે મોટો ખુલાસો થયો છે.
આણંદના બોરસદમાં પરિણીતાના મૃત્યુ મામલે ખુલાસો
જાણીતા ઠક્કર ખમણના વેપારીએ કરી પત્નીની હત્યા
ધમધમતો કારોબાર છતાં દહેજ માટે પત્નીની હત્યા
કારોબાર ધમધમતો હતો છતાં દહેજ માટે પત્નીની હત્યા કરી.
બોરસદમાં ઠક્કર ખમણના નામે ધંધો કરતા વેપારીની પત્નીના શંકાસ્પદ મોત મામલો મોટો ખુલાસો થયો છે. જેમાં ઠક્કર ખમણના વેપારીએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધમધમતો કારોબાર છતાં દહેજ માટે પત્નીની હત્યા કરી. દહેજમાં 10 લાખ રોકડ અને સોનાની સતત માંગણી થઈ રહી હતી. PM રીપોર્ટમાં પરણીતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બોરસદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જાણીતા ઠક્કર ખમણના વેપારીએ કરી પત્નીની હત્યા
બોરસદની લેગસી સોસાયટીમાં રહેતા અમિત ઠક્કરના પત્ની રોક્ષાનું રહસ્યમય રીતે લગ્ન થયા છે. અમિત અને સુરતની રોક્ષા સાથે 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં ન્હાવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. રોક્ષાનું મોત થતાં સાસરીપક્ષવાળાએ તેના પિયરીવાળા ફોન કરી રોક્ષા પડી ગઈ હોવાની જાણ કરી હતી. જોકે, થોડાં જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિણીતાના પરિવારજનો ડઘાઈ ગયા હતા.જો કે, પરણીતાના પિયરવાળાએ તેમની દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોસ્ટમર્ટમ કરાયું હતું, જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.