બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / સુરત / A big revelation in the case of drugs worth Rs 2,500 crore seized near Gandhidham, black business was going on behind talcum powder

એપી સેન્ટર / ગાંધીધામ નજીકથી ઝડપાયેલા 2500 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, ટેલકમ પાવડરની આડમાં ચાલતો હતો કાળો કારોબાર

Vishnu

Last Updated: 09:46 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નશીલા પદાર્થોમાં દરિયાઈ માર્ગનો ઉપયોગ, 5 વર્ષમાં 35 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

  • ડ્રગ્સ માટે ગુજરાત બન્યું `ગેટવે ઓફ ઈન્ડિયા'!
  • સૌરાષ્ટ્ર-કચ્છનો ભાગ નબળી કડી 
  • ભૂ-માર્ગ બંધ થતા દરિયાઈ માર્ગ પર માફિયાઓની નજર 

ગુજરાતના દરિયાનો ફરી એકવાર ડ્રગ્સની ઘુસણખોરી માટે ઉપયોગ થયો છે. પહેલા મુદ્રા પોર્ટ પરથી અને હવે કંડલા પોર્ટની નજીકથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ફરી ઝડપાયું છે.એવું લાગે છે કે, ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઝડપાયું છે.

ટેલકમ પાવડરના બહાને લવાયું ડ્રગ્સ
પૂર્વ કચ્છના ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માં DRI અને ATSએ સાથે રેડ પાડી હતી. આ દરોડામાં એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ લવાયેલા આ જથ્થાની ખરાઈ પણ કરી લેવામાં આવી છે.

સંયુક્ત ઓપરેશનમાં 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું
ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ડ્રગ્સ માફિયાઓ અનેક કિમિયાઓ અપનાવી  રહ્યા છે. કારણ કે, ફરી વખત ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપોયોગ થયો છે.. જેમાં ગાંધીધામ  નજીકથી ગુજરાત ATS અને DRIની ટીમને મોટી સફળતા હાંસિલ થઈ છે.આ બંને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે.. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 2500 કરોડ રૂપિયા કિંમત થાય છે.

ડ્રગ્સ ઝડપાવા મુદ્દે કંડલા પોર્ટ પ્રશાસને કરી સ્પષ્ટતા
મહત્વનું છે કે શરૂઆતમાં એવી પણ વાત વહેતી થઈ હતી કે કચ્છમાં કંડલા પોર્ટ પરથી આ ડ્રગ્સ ઝડપાયું છે. કંડલા પોર્ટ પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે, કંડલા પોર્ટ પર આ પ્રકારની કોઈ કર્યાવાહી કે ડ્રગ્સ ઝડપાયું નથી. પરંતુ કંડલા પોર્ટથી 15 કિમી દૂર ખાનગી CFSમાં તપાસ ચાલી રહી છે. જો કે પહેલા એવું જણાવાઈ રહ્યું હતું કે, આ ડ્રગ્સ કંડલા પોર્ટ પરથી ઝડપાયું હતું 

અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાની શંકા
ગુજરાત ATS અને DRIની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો 2500 કરોડની આસપાસ થાય છે.  

VTVના સળગતા સવાલો

  • - ડ્રગ્સ ઉતારવા માટે ગુજરાતનો દરિયો સેફ પેસેજ?
  • - ડ્રગ્સ મોકલનારા કેમ કરે છે ગુજરાતની પસંદગી?
  • - શું ગુજરાતથી ડ્રગ્સ આસાનીથી દેશમાં સપ્લાય કરી શકાય છે?
  • - શું ગુજરાત મરીન પોલીસના પેટ્રોલિંગમાં કોઇ ઉણપ છે?
  • - શું ઉણપનું ફાયદો ઉઠાવવા ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઉતારાય છે?

હજુ પણ અન્ય કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો હોવાની શક્યતા
એજન્સીઓને શક છે કે, આવું એક જ કન્ટેનર નહીં પરંતુ વધુ કન્ટેનર પણ હોય શકે છે. જેમાં આ કન્ટેનરની પણ તપાસ થઇ રહી છે.મહત્વનું છે કે, રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થતું હોય છે પરંતુ તેને અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવતુ હોય છે. જે બાદ તેને બીજા દેશમાં મોકલવામાં આવતુ હોય છે. આ પહેલા પણ ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થાને પણ આ રીતે જ લાવાવમાં આવ્યુ હતુ. તેની ખપત ભારતમાં થવાની ન હતી. તેને અન્ય દેશોમાં મોકલવાનું હતું. હાલ  આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.

ગુજરાતનો દરિયો ડ્રગ્સનો ગેટ વે?

  • ગુજરાતનો દરિયો બની રહ્યો છે ડ્રગ્સનું એપી સેન્ટર 
  • રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો બની રહ્યો છે ડ્રગ્સનો નવો માર્ગ 
  • અરબી સમુદ્રથી ગુજરાત-ભારતના જુદા જુદા ભાગમાં પહોંચાડાય છે ડ્રગ્સ
  • ગુજરાતના જળમાર્ગથી શ્રીલંકા અને એશિયાના અન્ય દેશોમાં પહોંચાડાય છે 
  • પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને આફ્રિકાથી ગુજરાત આવે છે ડ્રગ્સ
  • દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની માટે ગુજરાતનો દરિયો સોફ્ટ ટારગેટ
  • દાઉદ સિવાયના વૈશ્વિક માફિયા પણ કરી રહ્યાં છે ગુજરાત રૂટનો ઉપયોગ
  • સોમાલિયાથી આવતું ડ્રગ્સ સિંગાપોર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા પહોંચે છે
  • મલેશિયા, જાવા, સુમાત્રાના ડ્રગ્સનો રૂટ પણ ગુજરાતનો દરિયો
  • અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી મોટું ડ્રગ્સ ઉત્પાદન કરતો દેશ 
  • અફઘાનિસ્તાનના આતંકીઓનો છે કરોડોનો ડ્રગ્સનો વેપાર
  • ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત
  • અનેકવાર આફિકાના નાગરીક એરપોર્ટથી ઝડપાયા છે 
  • બીજી બાજુ પંજાબની જેમ ગુજરાત પણ બન્યું છે ડ્રગ્સનું કેન્દ્ર
  • `ઉડતા પંજાબ' પછી `ઉડતા ગુજરાત' તો નહીં થાયને?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ