Gujarat Rain News: ગુજરાતમાં મેઘરાજાનું ફરી આગમન અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, અનેક ધોધ જીવંત બન્યા, ઈડરના ડુંગર પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો.
ધોધમાર વરસાદ બાદ અનેક નદીનાળા વહેતા થયા
વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા
બાયડમાં આકાશી દ્રશ્યોમાં દેખાયો ભયાવહ નજારો
Gujarat Rain News: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે બ્રેક માર્યા બાદ હવે ભાદરવામાં તે ભરપૂર રીતે વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું તાંડવ લોકોને ચિંતામાં મૂકી રહ્યું છે. જો આવી જ રીતે મેઘરાજાની આક્રમક બેટિંગ ચાલુ રહેશે તો ગુજરાતમાં મેઘતાંડવ સર્જાશે તેમ લાગી રહ્યું છે.
ભિલોડાનો સુનસર ધોધ વહેતો થયો
ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ અનેક નદીનાળા વહેતા થયા છે. વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા છે. હાલ અનેક ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ તરફ ભિલોડાનો સુનસર ધોધ વહેતો થયો છે. ધરતીમાતાના મંદિર પાસે વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે. સુનસર ધોધ વહેતો થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
બે તળાવ સહિત નદીના પાણીમાં બાયડ થયું જળમગ્ન, આકાશી દ્રશ્યોમાં દેખાયો ભયાવહ નજારો, જુઓ Video
વરસાદી માહોલ વચ્ચે ઈડર ડુંગર પર સર્જાયા નયનરમ્ય દ્રશ્ય, અદભુત Video કેમેરામાં કેદ