બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / સુરત / A 23-year-old youth from Surat, Gujarat died in Russia-Ukraine war

સુરત / રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતનાં 23 વર્ષના યુવકનું નિધન: સેનામાં હેલ્પર તરીકે થયો હતો સામેલ, ડ્રોન અટેકમાં ગુમાવ્યો જીવ

Vishal Khamar

Last Updated: 02:39 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ગુજરાતનાં યુવકનું નિધન થયું છે. આ યુવક રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે જોડાયો હતો.

યુક્રેન દ્વારા રશિયાની આર્મી પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક તથા ડ્રોન અટેકમાં ગુજરાતનાં 23 વર્ષીય યુવાન હેમિલ માંગુકિયાનું નિધન થયું છે. ધ હિન્દુના અહેવાલ અનુસાર Donetsk નામના વિસ્તારમાં યુક્રેન દ્વારા મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.  હુમલાથી બચીને ભાગેલા યુવાને કહ્યું કે અમને ફાયરિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ મિસાઇલથી હુમલો થયો અને હેમિલનો જીવ જતો રહ્યો. 

હેમિલનાં પિતાએ ભારતીય દૂતાવાસને પત્ર લખી પુત્રને પરત લાવવા આજીજી કરી
અહેવાલ અનુસાર સુરતનો હેમિલ વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં જ રશિયાની સેનામાં જોડાઈ ગયો હતો. આ મહિનાની શરૂઆતમાં જ હેમિલના પિતાએ ભારતીય દૂતાવાસને પત્ર લખીને પુત્રને પરત લાવવા માટે આજીજી કરી હતી. જોકે હેમિલના નિધનના સમાચાર અહેવાલોમાં પ્રકાશિત થઈ ગયા છે. છતાં રશિયા દ્વારા ભારતીય દૂતાવાસને આ મુદ્દે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

વધુ વાંચોઃ PM મોદીએ કર્યું સ્કૂબા ડાયવિંગ: દરિયામાં ડૂબેલી દ્વારકાના અવશેષોના કર્યા દર્શન, જુઓ તસવીરો

મૃત્યુના એક દિવસ પહેલા પિતા સાથે વાત કરી હતી
હેમિલના પિતાએ જણાવ્યું કે તેણે 20 ફેબ્રુઆરીએ હેમિલ સાથે વાત કરી હતી. તેના એક દિવસ પછી જ તેનું અવસાન થયું. કર્ણાટકના સમીર અહેમદે આ ઘટના વિશે જણાવ્યું કે તેમનાથી 150 મીટરના અંતરે હેમિલ ફાયરિંગ અને મિસાઈલ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે અચાનક વિસ્ફોટ થયો ત્યારે અમે ખાઈમાં છુપાઈ ગયા. થોડા સમય પછી અમે બહાર આવ્યા તો જોયું કે હેમિલ મરી ગયો હતો. તેના પર મિસાઈલ હુમલો થયો હતો. આ પછી અમે તેનો મૃતદેહ ટ્રકમાં રાખ્યો હતો. તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીએ જે ટુકડી પર હુમલો થયો હતો તેના ચાર ભારતીયો ભાગ હતા. આ હુમલામાં નેપાળના એક નાગરિકનું પણ મોત થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

100 થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા
તાજેતરના દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં જોડાયા છે. એક રિપોર્ટ અનુસાર 100થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે. તેમાંથી મોટા ભાગનાને સુરક્ષા સહાયક તરીકે રાખવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયન સેનાને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ઝડપથી બહાર કાઢવા માટે વાતચીત ચાલી રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ