બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / A 19-year-old girl working in a resort was murdered after being taken for a walk in Rishikesh

ઉત્તરાખંડ / રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષની યુવતીને ઋષિકેશ ફરવા લઈ ગયા પછી મર્ડર: ભાજપ નેતાના દીકરાની ધરપકડ

Priyakant

Last Updated: 07:01 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર દિવસ પહેલા ઋષિકેશ લાપતા થઈ હતી 19 વર્ષની યુવતી, ભાજપ નેતાના દીકરાની ધરપકડ

  • રિસોર્ટમાં કામ કરતી યુવતીને ઋષિકેશ ફરવા લઈ ગયા પછી મર્ડર
  • રિસોર્ટના સંચાલક ભાજપ નેતાના દીકરાની ધરપકડ 
  • યુવતીને ગંગામાં ફેંક્યા બાદ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી છે. તેને પહાડી પરથી નીચે ગંગામાં ધકેલી દેવામાં આવી હતી. 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા પર ગુમ થયેલાની તરફેણમાં ઝુંબેશ ચાલી રહી હતી. જો કે હજુ સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પરંતુ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની હત્યા 18મીએ રાત્રે કરી હોવાનું ખુલ્યું છે.

પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો માલિક પુલકિત આર્ય હતો. યુવતી ગુમ થયા બાદ રિસોર્ટના સંચાલક અને મેનેજર ભાગી ગયા હતા. આ દરમ્યાન હવે પોલીસે તે વિસ્તારના સીસીટીવી તપાસતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. 

શું કહ્યું ડીજીપીએ ? 

રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક એક ખાનગી રિસોર્ટ છે.  શ્રીકોટ ગામની એક છોકરી તેમાં કામ કરતી હતી. તે 5 દિવસથી ગુમ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પાછલા દિવસે જ નિયમિત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

પોલીસ આ રીતે ઉકેલ્યો ભેદ 

પોલીસ તપાસ દરમ્યાન વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સના રેકોર્ડિંગ દ્વારા તમામ નિવેદનો તપાસવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ 18 સપ્ટેમ્બરે ઋષિકેશથી ફર્યા બાદ પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા. આ દરમ્યાન પોલીસે ઋષિકેશ જતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વાતની પુષ્ટિ બેરેજ પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવી હતી. આમાં ચાર લોકો જતા જોવા મળ્યા હતા. પરંતુ, પરત ફરતી વખતે સીસીટીવીમાં માત્ર ત્રણ જ લોકો કેદ થયા હતા. આ પછી પોલીસે પુલકિત સહિત ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. કડકાઈથી પૂછપરછ કરી, પછી કહ્યું કે, રસ્તામાં કોઈ વાતને લઈને અંકિતા સાથે ઝઘડો થયો હતો. આ પછી આરોપીએ અંકિતા ભંડારીને પહાડી પરથી ગંગા તરફ ધકેલી દીધી હતી. જો કે હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ