બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / 95% of cryptocurrencies are rubbish: Who called elon Musk 'stupid'

નિવેદન / 95% ક્રિપ્ટોકરન્સી કચરો છે: એલન મસ્કે કોને કહ્યા 'બેવકૂફ', માર્કેટમાં ખૂબ ચર્ચા

MayurN

Last Updated: 02:47 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોગેકોઈનના સહ-સ્થાપક બિલી માર્કસે એક ટ્વીટ કરી હતી જે પછી એલોન મસ્કે રિપ્લેમાં કહ્યું હતું કે " ડોગેકોઈન ચલણ બનવાની ક્ષમતા ધરાવે છે "

  • 95 ટકા લોકોએ ક્રીપ્ટોને કહ્યું એક સ્કેમ 
  • વર્ષ 2022 બધા જ માર્કેટ માટે રહ્યું ખરાબ 
  • બિલી  માર્ક્સ અને એલોન મસ્ક વચ્ચે ટ્વીટર પર થઇ વાતચીત 

ક્રિપ્ટોકરન્સીને લઈને લોકોમાં ભય
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું એ ભયંકર જોખમ લેવા જેવું છે. તેમાં ઉતાર ચઢાવ વધુ હોય એટલે નહિ પરંતુ કોઈ જાણતું જ નથી કે કઈ ચલણ ક્યારે ડૂબી જશે. ટેરા (લુના)નું લેટેસ્ટ ઉદાહરણ સૌની સામે છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં, લોકોની મૂડીનો 100 ટકા હિસ્સો તેમાં ડૂબી ગયો. આવી સ્થિતિમાં હવે લોકો વિચારવા લાગ્યા કે કદાચ ક્રિપ્ટોમાં રોકાણ કરવું એ મૂર્ખતાભર્યું  છે. દુનિયાભરના આવા અંદાજને લઈને ક્રિપ્ટોકરન્સી ડોગેકોઈનના સહ-સ્થાપક બિલી માર્કસે પોતાના એક ટ્વિટમાં કહ્યું કે 95 ટકા ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ્સ કૌભાંડો છે. તેના ટ્વિટ પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું પણ ધ્યાન ખેંચાયું છે. ઇલોન મસ્ક ઘણીવાર ડોગેકોઇનના વખાણ કરતા જોવા મળ્યા છે.

બિલી માર્ક્સનું ટ્વિટ
એક રિપોર્ટ અનુસાર પોતાના ટ્વીટમાં બિલી માર્કસે લખ્યું કે 95 ટકા લોકો ક્રિપ્ટોને સ્કેમ અને કચરો કહે છે અને ક્રિપ્ટો સાથે જોડાયેલા લોકોને મૂર્ખ સમજે છે કારણ કે 95 ટકા ક્રિપ્ટો કૌભાંડ જ છે અને તેમની સાથે જોડાયેલા લોકો પણ મૂર્ખ છે. તે અહિ જ અટક્યો નહતો, આગળ તેણે લખ્યું કે આવો આપણે આ વિચારને બદલીએ. તમે કોને ટેકો આપો છો અને તમે કોને સપોર્ટ કરો છો તેનાથી આ ફેરફાર શરૂ થશે.

એલોન મસ્કનો જવાબ
બિલી માર્કસના ટ્વીટ પછી, એલોન મસ્કે તેને હસતી સ્માઇલી સાથે રીપ્લાય આપ્યો. એલોન મસ્કે બિલીના ટ્વીટનો પહેલીવાર રીપ્લાય આપ્યો એવું નથી. તેઓ વારંવાર આવું કરતા રહે છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે 2021માં ડોઝેકોઈન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બિલીએ આ મહિને 13 મેના રોજ ટ્વિટ કરીને લખ્યું હતું કે, "મને ડોઝેકોઈન એટલા માટે પસંદ છે કારણ કે તે જાણે છે કે તે મૂર્ખતા છે." આના પર મસ્કે રિપ્લે આપ્યો કે, "તે ચલણ બનવાની ક્ષમતા ધરાવે છે."

આ વર્ષ માટે માર્કેટ નીચું જતું જોવા મળ્યું 
આ વર્ષ (2022) અત્યાર સુધી વિશ્વભરના રેગ્યુલેટેડ શેરબજારો માટે સારું રહ્યું નથી, જ્યારે અન-રેગ્યુલેટેડ ક્રિપ્ટોકરન્સી માર્કેટ પણ ખરાબ રીતે તૂટ્યું છે. આ વર્ષે બિટકોઈનમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ડોગેકોઈન પણ માર્કેટ ક્રેશથી બચી શક્યું નથી. ડોઝેકોઈનમાં પણ આ મહિનાની શરૂઆતથી લગભગ 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં એક વર્ષમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ