બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 03:58 PM, 15 May 2022
ADVERTISEMENT
દેશમાં જોબ માર્કેટને લઈને ખુશખબર આવી છે. મહામારીની શરૂઆત બાદ એપ્રિલ, 2022માં રોજગાર બજારમાં સૌથી ઝડપથી વિસ્તાર થતો જોવા મળ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમિ એટલે કે, સીએમઆઈઈના આંકડા અનુસાર, એપ્રિલમાં 88 લાખ લોકો દેશના વર્કફોર્સ સાથે જોડાયા છે. જો કે, માગની સરખામણીમાં આ રોજગાર પુરતો નથી.
ભારતનું લેબર ફોર્સ 88 લાખ વધીને 43.72 કરોડ પર પહોંચ્યું
ADVERTISEMENT
સીએમઆઈઈના એમડી અને સીઈઓ મહેશ વ્યાસે કહ્યું કે, એપ્રિલમાં ભારતનો લેબર ફોર્સ 88 લાખથી વધીને 43.72 કરોડ પર પહોંચી ગયું છે. આ મહામારીની શરૂઆત બાદ સૌથી મોટો આંકડો છે. માર્ચના અંત સુધીમાં દેશમાં લેબર માર્કેટ 42.84 કરોડ હતું. આંકડાના જણાવ્યા અનુસાર, 2021-22માં દેશનું શ્રમબળમાં સરેરાશ માસિક વૃદ્ધિ બે લાખ રહી હતી. વ્યાસે કહ્યું કે, લેબર માર્કેટમાં માગના હિસાબે ફેરફાર થતાં રહે છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, 88 લાખ લોકોના વર્કફોર્સ સાથે જોડાવાના તાજેતરના આંકડા મળ્યા છે. જ્યારે અમુક કામકાજની ઉંમરના રોજગારથી વંચિત લોકો ફરીથી અમુક કામ કરવા સફળ થયા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, એક મહિનાના કામકાજની ઉંમરના લોકોમાં સરેરાશ બે લાખથી વધારે નથી. તેનો અર્થ એ છે કે, એપ્રિલમાં રોજગાર બજારમાં તે લોકો પણ પાછા આવ્યા છે, જેમની પાસે કોઈ કામ નથી.
રોજગારમાં વધારો મુખ્ય રીતે ઈંડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં આવ્યો
એપ્રિલમાં વર્કફોર્સમાં 88 લાખનો વધારો થયો હતો, જે ત્રણ માસમાં તેમાં 1.2 કરોડનો ઘટાડો આવ્યો હતો. એપ્રિલમાં રોજગારમાં વધારો મુખ્યત્વે ઈંડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં આવી છે. ઈંડસ્ટ્રી સેક્ટરમાં જ્યાં 55 લાખ રોજગારના અવસરો આવ્યા, તો વળી સર્વિસ સેક્ટરમાં 67 લાખ રોજગાર મળ્યા. આ દરમિયાન એગ્રિકલ્ચર સેક્ટરમાં રોજગાર 52 લાખ ઘટી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.