એક સમયે અબજોપતિઓમાં ગણના થતા પરિવારની 87 વર્ષની મહિલાને હાલ વૃદ્ધાશ્રમમાં રહેવાનો સમય આવ્યો, મહિલાને ચાર પુત્રો છે અને ચારેયની પાસે કરોડોની સંપત્તિ છે. તેમ છતાં વૃદ્ધ મહિલાને તેના દીકરાઓ અને વહુઓ રાખવા તૈયાર નથી.
મહિલાને ચાર પુત્રો છે અને ચારેયની પાસે કરોડોની સંપત્તિ છે
વૃદ્ધ મહિલાને તેના દીકરાઓ અને વહુઓ રાખવા તૈયાર નથી
ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે એક સમયે અબજોપતિઓમાં ગણના થતા પરિવારની 87 વર્ષની મહિલાને હાલ વૃદ્ધાશ્રમમાં રહેવાનો સમય આવ્યો છે. જણાવી દઈએ કે એ મહિલાને ચાર પુત્રો છે અને ચારેયની પાસે કરોડોની સંપત્તિ છે. તેમ છતાં વૃદ્ધ મહિલાને તેના દીકરાઓ અને વહુઓ રાખવા તૈયાર નથી.
વિદ્યા દેવી તેના ચાર પુત્રો સાથે આલીશાન કોઠીમાં રહેતી હતી
મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલાનું નામ મા વિદ્યા દેવી છે અને તે આગ્રાની જાણીતી આંખની હોસ્પિટલના સંસ્થાપક ગોપીચંદ અગ્રવાલની પત્ની છે. એક સમયે ગોપીચંદની ગણતરી શહેરના અબજોપતિઓમાં થતી હતી અને વિદ્યા દેવી તેના ચાર પુત્રો સાથે આલીશાન કોઠીમાં રહેતી હતી. માતા-પિતા એ ચારેય પુત્રોને પોતાના પગ પર ઊભા કર્યા અને બધાના લગ્ન કરાવ્યા હતા. 13 વર્ષ પહેલા ગોપીચંદનું અવસાન થયું અને ધીમે ધીમે વિદ્યા દેવીનું જીવન એવું બદલી ગયું કે હાલ એમની હાલત જોઇનએ લોકો ચોંકી ગયા છે. વિદ્યા દેવીના પુત્રોએ મિલકતની વહેંચણી કરી દીધી પણ માતાને કશું ન આપ્યું.
પુત્રો અને પુત્રવધૂઓએ વિદ્યા દેવીને ઘરમાંથી કાઢી મૂક્યા
વિદ્યા દેવી તેના મોટા પુત્ર સાથે થોડા દિવસ રહી પણ પુત્રવધૂએ તેને ટોણા મારવા લાગી જેથી તે બીજા પુત્ર સાથે રહેવા લાગી.પછી એકાંતરે ત્રીજા અને ચોથા પુત્ર સાથે રહેવા લાગી પણ કોઈએ તેને સાચવી નહીં. વિદ્યા દેવી ઘરની બહાર નીકળી ન હતી તો પુત્રએ વૃદ્ધ માતાને માર મારીને ઘરની બહાર ધકેલી દીધી હતી.
વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે મહિલા
વિદ્યા દેવીના સંબંધીને આ વાતની જાણ થઈ તો તેમણે વિદ્યા દેવીના પુત્રોને સમજાવવાનો પ્રયાસ પણ તેઓ ન સમજ્યા જે બાદ 19 ડિસેમ્બરે વિદ્યા દેવીને રામલાલ વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા. હવે વિદ્યા દેવી વૃદ્ધાશ્રમમાં રહે છે.
થોડા દિવસો પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો
હરિયાણાના ચરખી દાદરીમાં IAS અધિકારીના દાદા-દાદીએ કથિત રીતે પરિવારથી કંટાળી આત્મહત્યા કરી લીધી. પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જે મરતા પહેલા પોલીસને સોંપી હતી. એ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારા પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ છે, જ્યારે અમારી પાસે ખાવા માટે રોટલી પણ નથી. મહત્વનું છે કે સુસાઈડ નોટના આધારે પોલીસે ગુરુવારે પરિવારના ચાર સભ્યો પુત્ર, બે પુત્રવધૂ અને ભત્રીજા સામે ગુનો નોંધ્યો છે.
ઝેરી પદાર્થ ગળીને પોલીસને આપી માહિતી
મળતી માહિતી મુજબ મૂળ ગોપીના રહેવાસી જગદીશ ચંદ્ર અને ભગલી દેવી તેમના પુત્ર વિરેન્દ્ર જે બધડામાં રહેતા હતા. સાથે જ વીરેન્દ્ર આર્યનો પુત્ર વિવેક આર્ય 2021માં IAS બન્યો અને તેને હરિયાણા કેડર મળ્યો હતો. આ સાથે જ પોલીસે જાણકારી આપી છે કે જગદીશ ચંદ્ર અને તેની પત્ની ભાગલી દેવીએ બુધવારે રાત્રે ઘરે ઝેરી પદાર્થ ગળી લીધો હતો અને એ સાથે જ જગદીશ ચંદ્રાએ પોલીસ કંટ્રોલ રૂમમાં અડધી રાત્રે 2.30 વાગ્યે ઝેર ગળી ગયાની માહિતી આપી હતી. આ પછી ERV 151 ઘટનાસ્થળે પહોંચી હતી અને બાધડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી
પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ પણ મને આપવા માટે બે રોટલી નથી
સુસાઈડ નોટમાં જગદીશચંદ્રએ લખ્યું છે કે હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ સાંભળાવું છું. મારા પુત્રો પાસે બધડામાં 30 કરોડની સંપત્તિ છે પણ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. તેમનું 6 વર્ષ પહેલા અવસાન થયું. કેટલાક દિવસો સુધી તેની પત્નીએ તેને રોટલી આપી પણ એ પછી તે ખોટો ધંધો કરવા લાગી અને મારા ભત્રીજાને સાથે ભેળવી લીધો.