ફર્સ્ટ લુક / ટીમ ઈન્ડિયાના સાતમા ખેલાડીનો લુક રિવીલ, દિનકર શર્મા ક્રિકેટર કીર્તિ આઝાદના રોલમાં જોવા મળ્યો

83 first look Film Maker shares pic with entire cast

કબીર ખાન દ્વારા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ '83' વર્ષ 2020ની આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ છે. જેમાં ભારતે પહેલી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો, તે દર્શાવ્યું છે. આ ફિલ્મના અલગ-અલગ કેરેક્ટરના પોસ્ટર સામે આવી ચૂક્યા છે અને દરેકના લુકને જોઈને ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધતો જઈ રહ્યો છે. હાલમાં જ ફિલ્મના વિનિંગ ટીમ ઈન્ડિયાના બોલર અને તોફાની ડેવિલ તરીકે જાણીતા કીર્તિ આઝાદનો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કીર્તિ આઝાદનો રોલ એક્ટર દિનકર શર્મા નિભાવી રહ્યા છે. આ પહેલાં એક્ટર જીવા, ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, જતિન સરના, તાહિર રાજ ભસીન અને રણવીર સિંહનો લુક રિલીઝ કરવામાં આવી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ