Team VTV03:06 PM, 15 Mar 21
| Updated: 03:28 PM, 15 Mar 21
ગુજરાત વિધાનસભામાં MBBS કોલેજની ખાલી બેઠકો અંગે પ્રશ્ન પૂછાયો હતો જેના જવાબમાં જે આકંડા સરકારે રજૂ કર્યા તે ખરેખર ચોંકાવનારા છે.
MBBS કોલેજોની ખાલી જગ્યાને લઇ ચોંકાવનારા આંકડા
MLA નિરંજન પટેલના પ્રશ્ન પર સરકારનો જવાબ
સરકારે ગૃહમાં આપ્યો જવાબ
આજે ગુજરાત વિધાનસભામાં મેડિકલ બેઠકોમાં ખાલી બેઠકો વિશે MLA નિરંજન પટેલે પૂછેલા પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં કેટલાક ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં હજારો બેઠક ખાલી રહી હતી એટલું જ નહીં પરંતુ ગ્રાન્ટેડ કોલેજમાં પણ અમુક બેઠકો ખાલી છે. છેલ્લા 3 વર્ષના આંકડા અચંબીત કરી દેનારા છે.
છેલ્લા 2 વર્ષમાં 6530 જગ્યા ખાલી
વિધાનસભા ગૃહમાં રજૂ કરેલ જવાબ અનુસાર છેલ્લા 2 વર્ષમાં સ્વનિર્ભર MBBS કોલેજોમાં 6530 જગ્યાઓ ખાલી છે. અનુદાનિત MBBS કોલેજોમાં 123 જગ્યા ખાલી રહી છે. 2020-21માં સ્વનિર્ભર કોલેજોમાં 7525 જગ્યા જ ભરાઇ છે.
2020-21માં સ્વનિર્ભર કોલેજોમાં 3260 જગ્યાઓ ખાલી રહી છે. 2019માં સ્વનિર્ભર કોલેજમાં 6746 જગ્યા ભરાઇ, 3270 ખાલી છે. 2020-21માં અનુદાનિત છે. કોલેજમાં 482 જગ્યા ભરાઇ જેમાં 49 ખાલી છે. 2019-20માં અનુદાનિત કોલેજમાં 476 જગ્યા ભરાઇ, 74 ખાલી છે.