બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 6.5 lakh robbery held hostage by businessman's mother in Vadodara
ParthB
Last Updated: 04:20 PM, 18 January 2022
ADVERTISEMENT
વડોદરામાં બિઝનેસમેનની માતાને બંધક બનાવી લૂંટ કરાઇ
વડોદરના સેવાસી ગામમાં રહેતા તારક બંગલામાં રહેતા અંજનાબેન પ્રકાશભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 13 તારીખે તેમનો પુત્ર તારક પરિવાર સાથે ઉતરાયણ કરવા અમદાવાદ ગયો હતો અને તે ઘેર એકલા હતા તે સમયે તેમના બંગ્લોમાં નોકર તરીકે નેપાળી દંપતી સહિત 4 શખ્સોએ તેમના ઘરમાંથી રૂપિયા 6 લાખ 50 હજારની રોકડ, સોનાના દાગીના લઇ ફરાર થઈ ગયાં છે.
ADVERTISEMENT
નેપાળી દંપતી સહિત 4 લોકોએ કરી લૂંટ
સેવાસીના તારક બંગલામાં રહેતા અંજનાબેન પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 13 તારીખે તેમનો પુત્ર તારક પરિવાર સાથે ઉતરાયણ કરવા અમદાવાદ ગયો હતો. તેમના બંગ્લોમાં નોકર તરીકે કામ કરતાં નેપાળી દંપતી સહિત 4 શખ્સોએ મને ગ્રીન ટીમાં કેફી પીણું પિવડાવી બંધક બનાવી બાદમાં તીજોરીની ચાવી અને લોકરનો નંબર માંગ્યો હતો. બાદમાં લૂંટારુઓએ 6.50 લાખ રોકડા, સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયાં હતાં. આ અંગે વડોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.