64 હજાર 200 લાભાર્થીઓને PM કિસાન યોજનાનો નહીં મળે 15મો હપ્તો
આધારકાર્ડ અને બેંક સિડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા નહીં થાય
પ્રધાનમંત્રી કિસામ સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈ કેવાયસી અને આધાર સીડીંગ કરાવવું ફરિયાત કરાયું છે. PM કિસાન સન્માન નિધિનો 2 હજારના હપ્તા માટે ખેડુતોએ E-KYC અને આધાર લિંક કરાવવો પડશે. મહીસાગર જિલ્લામાં 64 હજાર 200 લાભાર્થીઓને PM કિસાન યોજનાનો 15મો હપ્તો નહીં મળી શકે.
આધારકાર્ડ લિંક-DBT ન થતાં હપ્તો જમા નહીં થાય
ખેડૂત લાભાર્થીઓને આધારકાર્ડ અને બેંક સિડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા નહીં થાય. મહીસાગર જિલ્લામાં PM કિસાન યોજનામાં 2 લાખ 21 હજાર અરજદારો છે. જેમાંથી જિલ્લાના 64 હજાર 200 ખેડૂતોએ આધારકાર્ડ લિંક-DBT ન થતાં હપ્તો જમા નહીં થાય. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આધારકાર્ડ લેન્ડ સિડિંગ લિંક કરાવવા તાકીદ કરી છે.
જાણી લેજો
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ભારત સરકારે લાભાર્થીઓનું ઈ કેવાસી તથા બેન્ક ખાતાનું આધાર સીડિંગ ફરજિયાત કરવામાં આવેલું છે. આ માટે જે લાભાર્થીઓએ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેન્ક ખાતાનું આધાર સીડીંગ કરાવેલ બાકી હોય તે તમામ લાભાર્થીઓને સત્વરે પૂર્ણ કરી દેજો.
ઈ-કેવાયસી જુદી-જુદી 4 પધ્ધતિથી કરાવી શકાય છે.
1. જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા "e-KYC" ખુબ જ સરળતાથી કરી શકશે.
2. નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર લાભાર્થી રૂ.15 ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા "e-KYC" કરાવી શકે છે.
૩. ગામના "ઇ-ગ્રામ" કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ.15 ચાર્જ ચુકવીને વીસીઇ મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા "e-KYC” કરાવી શકે છે.
4. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક ની મદદથી મોબાઇલ નંબર લીંક કરાવી મોબાઇલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર “e-KYC". કરી શકાય છે.
આધાર સીડીંગ
1. "e-KYC” ઉપરાંત લાભાર્થીએ જો પોતાનું લાભાન્વિત બેન્ક ખાતું આધાર સીડીંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તેના લાભાન્વિત બેન્ક ખાતામાં આધાર સીડીંગ કરાવવા માટે લાભાર્થીએ બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ કરાવી લેવું.
2. ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવું.
લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ અવશ્ય પુર્ણ કરાવી લેવુ.