બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 60 years history of doordarshan first broadcast

ઈતિહાસ / દૂરદર્શન આજે 60 વર્ષનું થયુંઃ 20 મિનિટના પ્રસારણથી 24 કલાક સુધીની સફર

Published By: Gayatri

Last Updated: 10:18 AM, 15 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂરદર્શનને આજથી 60 વર્ષ પહેલા 15મી સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીથી શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે તેની રેન્જ માત્ર 40 કિમી જ હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણસેવા અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટે 20મીનીટનું પ્રસારણ થતુ હતુ.

  • 1975માં દૂરદર્શન નામ મળ્યું , 1982માં કલર ટેલિવિઝનનું આગમન થયુ
  • 14 હજાર જમીનના ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયો સાથે તે ભારતની સોથી મોટી પ્રસારણચેનલ
  • રામાયણ, મહાભારત સિરિયલથી લોકોને ટેલિવઝનનું ઘેલુ લાગ્યુ

દુરદર્શનનો ઈતિહાસ સોનેરી છે. પહેલા માત્ર શિક્ષણ પછી ઈન્ફોર્મેશન અને પછી મનોરંજન ક્ષેત્રે ખાસ્સુ ખેડાણ ખેડનાર ટીવીનું એક અલગ જ મહત્વ રહ્યુ છે. મોબાઈલમાં પણ લોકો ટીવી તો જુએ જ છે. દૂરદર્શનને ભારતની ચડતી પડતી વિકાસ અને હોનારતોના ઘણા સમાચાર લોકો સુધી પહોંચાડ્યા છે તો મહાભારત અને રામાયણ જેવી સિરિયલોથી લોકોને એક તાંતણે બાંધ્યા છે. 

યુનેસ્કોએ આ માટે ભારતને 20000 ડોલર અને 180 ફિલિપ્સ ટીવી સેટ આપ્યા હતા
યુનેસ્કોએ આ માટે ભારતને 20000 ડોલર અને 180 ફિલિપ્સ ટીવી સેટ આપ્યા હતા. પહેલા તેનું નામ ટેલિવિઝન ઈન્ડિયા રાખવામાં આવ્યું હતુ. 1975માં તેનું હિન્દી અને ગુજરાતી નામકરણ દૂરદર્શન કરવામાં આવ્યું. શરૂઆતમાં માત્ર શૈક્ષણિક કાર્યક્રમો જ તે સમયે પ્રસારીત થતા. આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળતા તેની અવધી વધારીને 60 મિનિટ કરવામાં આવી હતી. પણ પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતુ. આખરે છ વર્ષ બાદ 1965માં દરરોજ પ્રસારણ કરવું એવું નક્કી કર્યુ પણ ત્યારે દેશમાં કોઈ ટેલિવઝન હતા જ નહીં અને આમને આમ બીજા સાત વર્ષ પસાર થયા. 

દિલ્હીના આકાશવાણી ભવનમાં જ એક કામચલાઉ સ્ટુડીયોમાં દૂરદર્શન શરૂ કરવામાં આવ્યું હતુ. 
1982માં કલર ટેલિવિઝનનું આગમન થયુ અને 25 એપ્રિલ 1982માં સત્યજીત રેની ફિલ્મ શતરંજ કે ખિલાડીનું પ્રસારણ થયુ. એ જ ગાળામાં મનોહર શ્યામ જોષી લિખીત હમ લોગ નામની સિરિયલનું પ્રસારણ શરૂ થયુ આ સિરિયલ 17મી ડિસેમ્બર 1985 સુધી ચાલ્યુ. એ બાદ તો નુક્કડ. બુનિયાદ જેવી સિરિયલ જોવા મળી. 

ભારતને નામે છે 14 હજાર ટ્રાન્સમીટરનો વિશ્વવિક્રમ
2 રાષ્ટ્રીય અને 11 રીજનલ ચેલન સાથે દૂરદર્શન કુલ 21 ચેનલ પ્રસારિત કરે છે. 14 હજાર જમીનના ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયો સાથે તે ભારતની સોથી મોટી પ્રસારણચેનલ છે. 14 હજાર ટ્રાન્સમીટરને નામે વિશ્વવિક્રમછે જે હાલ પણ ભારતને નામે છે. 1972માં મુંબઈમાં પૂના ખાતે રિલે પ્રસારણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. 1973માં શ્રીનગરમાં પણ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. જો કે હજુ પણ પ્રસારણના સમય અને કાર્યક્રમો વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. 3જી નવેમ્બર 2003થી દૂરદર્શનની 24 કલાકની ન્યૂઝ ચેનલ શરૂ થઈ.

સંકળાયેલા મુદ્દાઓ

History brodcast doordarashan gujarat ગુજરાતી ન્યૂઝ દુરદર્શન પ્રસારણ ચેનલ History

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ