બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / 5,335 new cases of corona infection in last 24 hours, 6 more deaths today

સાચવજો / આજે વધુ 6નાં મોત, એક્ટિવ કેસનો આંક 25 હજારને પાર: છેલ્લાં 2 જ દિવસમાં કોરોના કેસમાં 80 ટકાનો ઉછાળો

Priyakant

Last Updated: 12:42 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Virus Update:આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાએ સૌની ચોંકાવી દીધા

  • ભારતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ
  • છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5, 335 નવા કેસ
  • આ આંકડા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ 

ભારતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત જાણે એમ છે કે, કોરોના સંક્રમણના કેસોની સાથે હવે તેનાથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. ગુરુવારે (6 એપ્રિલ) આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાએ સૌની ચોંકાવી દીધા છે. સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5, 335 નવા કેસ નોંધાયા છે. આ આંકડા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક દિવસ પહેલા એટલે કે, બુધવારે (5 એપ્રિલ) જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં 4,435 નવા કેસ નોંધાયા હતા. તેની સાથે 15 લોકોના મોત થયા હતા. અગાઉ મંગળવારે (4 એપ્રિલ) 3,038 કોરોના કેસ નોંધાયા હતા અને 9ના મોત થયા હતા. જો આ ટ્રેન્ડ જોવામાં આવે તો કોરોનાના આંકડાએ લોકોને હચમચાવી દીધા છે. 

કોરોનાના વધતાં કેસોથી ચિંતા વધી 
કોરોનાના તાજેતરના આંકડાઓ અનુસાર હવે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 25 હજાર 587 થઈ ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 6 લોકોના મોત થયા છે. જો આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓના બે દિવસ પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કારણે મૃત્યુના આંકડામાં પણ લગભગ 50 ટકાનો ઉછાળો નોંધાયો હતો. 

આ તરફ 4 એપ્રિલે કોરોનાના 3,038 કેસ નોંધાયા હતા. જેના બીજા દિવસે એટલે કે 5 એપ્રિલે 4,435 કેસ નોંધાયા હતા. જો જોવામાં આવે તો એક જ દિવસમાં નવા કેસોમાં લગભગ 45 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગુરુવારે (6 એપ્રિલ) 5,335 નવા કેસ નોંધાયા છે. જે એક દિવસ પહેલા કોરોના સંક્રમણના કેસો કરતા 40 ટકા વધુ છે.

શું કહ્યું મનસુખ માંડવિયાએ ? 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા કેસોને લઈને કહ્યું કે, સરકાર સતત તેના પર નજર રાખી રહી છે અને રાજ્યોને એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના નવા પ્રકારો સતત બહાર આવી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના વેરિઅન્ટ અને પેટા વેરિઅન્ટના કેસોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.  મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધી જે કેસ સામે આવ્યા છે તેને ખતરનાક કહી શકાય નહીં. જોકે તેમણે એમ પણ કહ્યું કે, કોરોનાના કેસોમાં વધારાને જોતા સાવચેતી રાખવી પડશે. તેમણે કહ્યું કે, કોરોનાનું નવું વેરિઅન્ટ કેવું વર્તન કરશે તે વિશે કશું કહેવું મુશ્કેલ છે.

ફરી એકવાર લોકડાઉનની આશંકા
કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકોમાં ફરી એકવાર લોકડાઉનની આશંકા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી, પરંતુ જો ભવિષ્યમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ રહેશે તો લોકડાઉન લાગુ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને કોવિડ યોગ્ય વર્તન અપનાવવાની અપીલ કરી છે. જેમાં માસ્કનો ઉપયોગ કરવા, બે ગજનું અંતર અને ભીડભાડવાળા વિસ્તારોમાં સેનિટાઈઝેશન કરવાનું કહેવામાં આવ્યું છે. 

XBB1.16 સબ-વેરિયન્ટ ચેપમાં કરી રહ્યું છે વધારો 
કોરોનાના આ નવા પ્રકારને લઈને કોઈ સ્પષ્ટ થિયરી સામે આવી નથી. જો કે કોરોનાનું આ નવું સ્વરૂપ ઘણા સમયથી હાજર છે, પરંતુ કેસોમાં અચાનક થયેલા વધારાએ ચિંતા વધારી દીધી છે. ચાલો આપણે જણાવી દઈએ કે અગાઉનું કોવિડ મ્યુટેશન ઓમિક્રોનનું BF.7 સબ-વેરિઅન્ટ હતું અને હવે XBB1.16 સબ-વેરિયન્ટ ચેપમાં વધારો કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ