બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / 5 fire incidents in Gujarat, big damage in Morbi Marketing Yard

સંકટનો શનિવાર / ગુજરાતમાં આગની 5 ઘટનાઓ: જુઓ ક્યાં ક્યાં લાગી આગ અને કેટલું થયું નુકસાન

Vishnu

Last Updated: 10:31 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનો તહેવાર નજીક આવતા જ આગની ઘટનામાં વધારો થયો આજે રાજ્યમાં 5 જગ્યાઓએ મોટી આગના બનાવો બન્યા

  • શનિવાર રહ્યો સંકટનો વાર!
  • રાજ્યમાં આગના 5 બનાવ
  • મોરબીના સનાળારોડ પર યાર્ડમાં સળગ્યો કપાસ
  • સુરતમાં મંડપના ગોડાઉનમાં આગ
  • ભરૂચમાં ફર્નિચરના શો રૂમમાં લાગી આગ
  • વડોદરામાં સળગી ઉઠી કાર 

રાજ્યમાં આજે આગની ઘટનાના 5 બનાવો બન્યા હતા. જેમાંથી એક મોરબીના સનળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં આગ લાગતા કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. તો સુરતમાં મંડપના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઉપરાંત ભરૂચમાં ફર્નિચરના શો રૂમમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. તો વડોદરામાં પાર્કિંગમાં મુકેલી કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આમ આજનો શનિવાર સંકટનો વાર રહ્યો હતો. 

મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આગ લાગતાં ખેડૂતોનો હજારો મણ કપાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા સહિતના આગેવાનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજારો મણ કપાસ આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને કહેવા પ્રમાણે લગભગ 10000 મણ કરતા વધુનો કપાસનો જથ્થો આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો પાસેથી યાર્ડમાં જે નુકસાન થયેલ છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ આગામી સમયમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

સુરતના સરથાણા વિસ્તારના સીમાડા કેનાલ રોડ પર પ્રમુખ પાર્કિંગમાં આગની ઘટના ઘટી હતી. મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા શિવધારા ટાયરના ગોડાઉનમાં સુધી આગ પ્રસરી હતી. 5 ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી

ભરૂચ પાલેજ ફર્નિચરની દુકાનમાં પણ આગનો બનાવ બન્યો હતો. જમાદાર ફર્નિચર દુકાનમાં આગ ભભૂકતા દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર વિભાગને કોલ અપાતા આગ પર મેળવ્યો કાબૂ મેળવવામાં આવ્યો હતો.

વડોદરાના પાદરાના કણઝટ માશા રોડ બજારમાં આગની ઘટના સામે આવી છે. પાર્કિંગમાં મૂકેલી કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ  હતી,. હાલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 

બનાસકાંઠાના થરાદમાં આવેલી ડિસ્કવરી નામની શોપમાં પણ આગ લાગતા અફરાતફરી મચી હતી. બિલ્ડીગના બીજા માળે અચાનક પ્રચંડ આગ લાગી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ