બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people died in separate road accidents in Gujarat today

કાળમુખો બુધવાર / બનાસકાંઠામાં કાર ચાલકે દાદા-પૌત્રને કચડ્યાં, તાપીમાં કન્ટેનરથી ટક્કરમાં બે બાઇક-સવારના નિધન: ગુજરાતમાં કુલ ચાર અકસ્માત

Malay

Last Updated: 12:35 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Gujarat: ગુજરાતમાં આજે એકસાથે 4 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 4 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 3થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • અમીરગઢ-રામજીયાણી પાસે અકસ્માત, 2ના મોત
  • મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત
  • તાપીમાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 2ના મોત
  • સુરેન્દ્રનગરના મુળી-સોમાસર હાઈવે પર અકસ્માત

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ 4 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. જેમાં તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટિયા પાસે ઉભેલા દાદા અને પૌત્રને કાર ચાલકે અડફેટે લેતા બન્નેના મૃત્યુ નિપજ્યાં છે. તો અન્ય બે અકસ્માતની ઘટના સુરત જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. જેમાં ત્રણથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

બનાસકાંઠામાં દાદા અને પૌત્રને કાર ચાલકે અડફેટે લેતા બંન્નેના મૃત્યુ  
આ અંગે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટીયા દાદા અને પૌત્રનાને ગાડીએ અડફેટે લેતા બંન્નેના મૃત્યુ થયા છે. રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે.

દાદા અને પૌત્રના મોત

 

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત
આજે જ સુરતના મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. મહુવા તાલુકાના વલવાડા ઝાડી વિસ્તાર પુલ પાસે શિરડી જઈ રહેલી ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર 26 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. આ અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડાઈ હતી. 

તાપીમાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત
તાપી જિલ્લામાં બાઈક અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર શુકરિયા કથુડ અને અર્જુન કથૂડ નામના બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગરમાં અકસ્માત થતાં આઇસર ટ્રકમાં લાગી આગ 
સુરેન્દ્રનગરના મુળી-સોમાસર હાઈવે પર ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા કાર અને ટ્રકમાં સવાર તમામ લોકોને તાત્કાલિક કાર અને ટ્રકમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ