બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / 4 juices will give energy to the body keep body hydrated healthy in summer

Healthy Drink / ગરમીમાં થોડુંક ચાલતા જ લાગી જાય છે થાક? ટ્રાય કરો આ 4 ડ્રિંક, ઈન્સ્ટન્ટ મળશે એનર્જી

Manisha Jogi

Last Updated: 10:23 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહાર નીકળતા જ વ્યક્તિ એટલી થાકી જાય છે કે, તેને આરામ કરવાની જ ઈચ્છા થાય છે. આ કારણોસર ગરમીમાં એનર્જેટીક રહેવું જરૂરી છે.

  • ધોમધખતા તાપને કારણે ગળુ સુકાવા લાગે છે
  • ટ્રાય કરો આ 4 હેલ્ધી અને એનર્જેટીક ડ્રિંક
  • હાઈડ્રેટેડ રહેવાની સાથે સાથે રહેશો હેલ્ધી

ભાગદોડભર્યા જીવનમાં રોજબરોજના કામને કારણે શરીર થાકી જાય છે. ધોમધખતા તાપને કારણે ગળુ સુકાવા લાગે છે. બહાર નીકળતા જ વ્યક્તિ એટલી થાકી જાય છે કે, તેને આરામ કરવાની જ ઈચ્છા થાય છે. આ કારણોસર ગરમીમાં એનર્જેટીક રહેવું જરૂરી છે. અહીંયા અમે તમને કેટલાક હેલ્ધી ડ્રિંક વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી તમે હાઈડ્રેટેડ રહેવાની સાથે સાથે હેલ્ધી રહેશો. 

નારિયેળ પાણી- નારિયેળ પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. નારિયેળ પાણીમાં કાર્બ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે, જેથી હાર્ટ હેલ્ધી રહે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. શરીર હાઈડ્રેટેડ રહે છે તથા એનર્જી મળે છે અને થાક દૂર થાય છે.

તરબૂચ- ગરમીઓમાં તરબૂચનું ખૂબ જ વેચાણ થાય છે. ગરમીમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. તરબૂચમાં 90%થી વધુ પાણી રહેલું છે, જેથી ગરમીમાં પણ શરીર હાઈડ્રેટેડ રહે છે. તરબૂચમાં કાર્બ્સ, ફાઈબર અને પ્રોટીન હોય છે, જેથી તરબૂચનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. 

દાડમનું જ્યૂસ- દાડમના જ્યૂસનું સેવન કરવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. દાડમમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન સી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. જેથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. નિયમિતરૂપે દાડમના જ્યૂસનું સેવન કરવાથી શરીર ઊર્જાવાન રહે છે. 

કેળાનો શેક- કેળાના જ્યૂસનું સેવન કરવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે, જેથી થાક દૂર થાય છે. કેળામાં ફાઈબર, વિટામીન સી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, પ્રોટીન સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. કેળાના જ્યૂસનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને શરીર ફિટ તથા તંદુરસ્ત બને છે અને ગરમીમાં એનર્જી પ્રદાન કરે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ