બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 4 inches of rain in Ahmedabad in last 24 hours, 10 gates of Vasana barrage opened

અમદાવાદમાં સાંબેલાધાર / છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4 ઇંચ વરસાદ, ખોલાયા વાસણા બેરેજના 10 દરવાજા, પાલડી સહિતના ગામોને કરાયા એલર્ટ

Malay

Last Updated: 09:54 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો નોંધાયો વરસાદ, વાસણા બેરેજના 10 દરવાજા ખોલી 12,980 ક્યુસેક પાણી છોડાતાં નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ.

  • સાબરમતી નદીમાં થઈ પાણીની આવક
  • વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા
  • 10 દરવાજા મારફત 12980 ક્યુસેક પાણી છોડ્યું

Ahmedabad News: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. શનિવાર રાતથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં ઝીંણા ઝીંણા છાંટા પડી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ પાણી ભરાવવાના કારણે શહેરના અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. જોકે, હાલ પાણી ઉતરી જતા મીઠાખળી અંડરપાસ ફરી ખુલ્લો કરાયો છે.

વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા
ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. જેથી વાસણા બેરેજના 10 દરવાજા ખોલીને 12,980 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા નવાપુરા, સરોડા, પાલડી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલ વાસણા બેરેજની સપાટી 127 ફૂટ છે. 

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. શહેરના ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. પાણી ભરાવાના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાંથી CCTV કેમેરાના મધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરથી લઈને જુઓ કયા વિસ્તારોમાં  થશે મેઘમહેર | Rain forecast again in Gujarat: From Ahmedabad-Gandhinagar,  see which areas will receive rain

ગતરોજ ઓઢવમાં નોંધાયો હતો વધારે વરસાદ
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં શનિવારે રાત્રે 2 વાગ્યાથી રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિસ્તારમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, ચાંદલોડિયા, વિરાટનગર, ઓઢવ, મેમકોના વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે ગતરોજ રવિવારની રજા હોવાથી રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.

વાહનચાલકો મુકાયા હતા મુશ્કેલીમાં
બીજી તરફ પાણી ભરાવવાના કારણે શહેરના બે અંડરબ્રિજ બંધ કરવા પડ્યા હતા. શહેરમાં અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ