બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / 4 decomposed bodies baby dead due to starvation 2 yr old survives suicide case shocks bengaluru

દુઃખદ / અહીં ઘરમાંથી એક જ પરિવારના 5 લોકોની લાશ મળી, ભૂખથી 9 મહિનાના બાળકનું પણ મોત

Dharmishtha

Last Updated: 12:50 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના વ્યાદરહલ્લી વિસ્તારમાં સ્થિત એક ઘરમાં 9 મહિનાના બાળક સહિત એક જ પરિવારના 5 સભ્યોની લાશ મળી.

  • એક ઘરમાં એક જ પરિવારના 5 સભ્યોની લાશ મળી
  • પરિવારના સભ્યોની આત્મહત્યા બાદ મોત ભૂખના કારણે બાળકનું મોત
  •  ઘરના 4 સભ્યોએ આત્મહત્યા કરી

 ઘરના 4 સભ્યોએ આત્મહત્યા કરી

બેંગ્લુરુના વ્યાદરહલ્લી વિસ્તારમાં સ્થિત એક ઘરમાં એક જ પરિવારના 5 સભ્યોની લાશ બહું ખરાબ સ્થતિમાં મળી છે. પોલીસ જ્યારે ઘરમાં દાખલ થઈ તો તેમણે જોયું તો 4 વયસ્કોની બોડી અલગ અલગ રુમમાં ફાંસી પર લટકેલી હતી.  જ્યારે 9 મહિનાના બાળકની લાશ બેડ પર હતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિવારના સભ્યોની આત્મહત્યા બાદ બાળકનું મોત ભૂખના કારણે થઈ છે.  આ રીતે એક મામલો વર્ષ 2018માં દિલ્હીના બુરાડીમાં સામે આવ્યો હતો. જ્યાં એક પરિવારના 11 સભ્યો ઘરના છત પર ફાંસી લગાવેલા જોવા મળ્યા  હતા.

 

પરિવારનું  મોત લગભગ 4 દિવસ પહેલા થયું 

મરનારની ઓળખ ભારતી(51), સિંચન  (34), સિંધુરાની(31) અને મધુસાર(25)ના રુપમાં થઈ છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી કે શુક્રવારે જ્યારે તે ઘરમાં દાખલ થયા તો તેમણે જોયું કે સભ્યો ફાંસી પર  લટકતા જોવા મળ્યા હતા. આશંકા છે કે પારિવારીક કંકાશના કારણે સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. આશંકા છે કે પરિવારનું  મોત લગભગ 4 દિવસ પહેલા થયું છે.

બાળક બેડ પર મૃત મળ્યો

બેંગલુરુ પશ્ચિમના ડીસીપી સંજીવ પાટિલે કહ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘરના માલિક હાલેગિરી શંકર 3-4 દિવસ બાદ ઘરે પહોંચ્યા હતા. તેમણે જાણકારી આપી કે ગત 2-3 દિવસમાં કોઈ પણ તેમનો ફોન નહોંતા ઉઠાવી રહ્યા. જ્યારે તે ઘરે પહોંચ્યા તો ઘરમાં તાળુ લગાવેલુ હતુ. પાટિલે આગળ જણાવ્યું કે પોલીસને જાણકારી આપવામાં આવી અને દરવાજો તોડવામાં આવ્યો . તેમણે કહ્યું તે ઘરમાં પ્રવેશ કરવા પર 4 વયસ્કોના શરીર અલગ અલગ રુમમાં છત પર લટકેલા જોવા મળ્યા છે અને બાળક બેડ પર મૃત મળ્યો.

 

અઢી વર્ષની બાળકીને ઘરમાંથી બચાવવામાં આવી

તેમણે જાણકારી આપી કે અઢી વર્ષની બાળકીને ઘરમાંથી બચાવવામાં આવી અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે જાણકારી આપી કે ભારતી, શંકરની પત્ની છે અને અન્ય 3 વયસ્ક તેમના બાળકો છે. 9 મહિનાનું બાળક અને અઢી વર્ષની બાળકી ભારતી અને શંકરના પૌત્ર અને પૌત્રી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ