બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 3 persons who spread firecrackers dangerously on sindhubhavan Road are in police custody

એક્શન / સિંધુભવન રોડ પર સ્ટંટ કરનારાઓની ચકેડી ફરી! VTVના અહેવાલ બાદ પોલીસે કરી કડક કાર્યવાહી

Malay

Last Updated: 02:05 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની રાતે સિંધુભવન રોડને બાનમાં લેનારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સિંધુભવન રોડ પર જોખમી રીતે ફટાકડા ફોડનારા 3 શખ્સોની ધરપકડ છે. VTV પર અહેવાલ રજૂ થતાં પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી.

  • સિંધુભવન રોડ પર ફટાકડા ફોડી સ્ટંટ કરવાનો મામલો
  • પોલીસે સ્ટંટ કરનાર 3 શખ્સોની કરી ધરપકડ
  • જાહેર રોડ પર સ્ટન્ટ કરીને ફટાકડા ફોડી મચાવ્યો હતો આતંક 

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ જાણે કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા, એટલું નહીં તેઓએ ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. સાથે જ આ યુવકોએ એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાખીને રોડ પર જ બોક્સ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે, રાહદારીઓને જોખમમાં મુકનારા શખ્સોની કરતૂત VTV પર રજૂ કરાઇ હતી. VTV પર અહેવાલ રજૂ થતાં સરખેજ પોલીસ તાબડતોબ એકશનમાં આવી હતી.  

જોખમી રીતે ફટાકડા ફોડનારા 3 યુવકોની ધરપકડ
પોલીસનો ડર રાખ્યા વગર કાયદાની ઐસીતૈસી કરતા યુવાનોએ આખા સિંધુભવન વિસ્તારને બાનમાં લીધો હતો. સમગ્ર ઘટના VTV પર અહેવાલ રજૂ કરાતા પોલીસ સફાળી જાગી હતી. સરખેજ પોલીસે 5થી 6 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જાહેરનામા ભંગ અને ટ્રાફિકને અડચણરૂપ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે સિંધુભવન રોડ પર જોખમી રીતે ફટાકડા ફોડનારા 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. 

કાર પર જોખમી રીતે બોમ્બ ફોડનારા સકંજામાં
મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવાના બદલે આ યુવાનોએ સિંધુભવન રોડ પર જ ફોડવાનું શરૂ કર્યું હતું. હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે મોટા મા-બાપના નબીરાઓએ પોલીસ કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ગાડીમાં સવાર થઇ ગયાં અને ગાડીની ઉપર ફટાકડાનું બોક્સ મૂકીને ફટાકડા ફોડ્યા હતા.

લોકોમાં ભયનો માહોલ કર્યો હતો ઉભો
આ લોકો આટલાથી ના અટકતા એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાંખીને રોડ પર જ બોકસ મૂકીને ધમાલ મચાવી હતી. એટલું જ નહીં ગાડીની બહાર નીકળીને લોકોમાં એક ભયનો માહોલ ઉભો કર્યો હતો. જોકે, પોલીસે 24 કલાકની અંદર જ જોખમી રીતે ફટાકડા ફોડનારા 3 યુવકોની ધરપકડ છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ આ વીડિયો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ