Team VTV11:41 PM, 03 Feb 23
| Updated: 12:03 AM, 04 Feb 23
મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિનાની બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. હાલ તો ઘટના બહાર આવતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે
મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક ચૌકાવનારી ઘટના
ત્રણ મહિનાની બાળકીને અપાયા ૫૧ વખત ડામ
સારવાર અર્થે ખસેડયા બાદ બાળકીનું મોત
અંધશ્રદ્ધાના કારણે કેટલાક કિસ્સા સામે આવતા હોય છે જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવો એજ એક કિસ્સો મધ્યપ્રદેશના શહડોલમાં સામે આવી છે. જ્યાં ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાની સારવારના નામે એક -બે નહી પરંતુ ૫૧ વખત ગરમ સળિયાના ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધાના કારણે આજે ત્રણ મહિનાની બાળકીનું મોત થયું છે.
બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં
જેમાં એક ત્રણ મહિનાની નવજાત બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. ડામ આપવા પાછળના કારણની વાત કરીએ તો બાળકીને ન્યુમોનિયાથી તકલીફ હતી. જેની સારવાર કરવાને બદલે ન્યુમોનિયાની સારવારના નામે ગરમ સળિયાના ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીની સ્થિતિ વધુ નાજૂક થતાં સગા સબંધિઓએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાના બાળકીનું મૃત્યુ થયુ છે. હાલ તો પોલીસના કહેવા પ્રમાણે મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.
ડોક્ટરે શુ કહ્યું ?
બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સમયે તેમના પરીવાર જનો અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કોઈ ઢોંગી પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીને એક-બે-ત્રણ નહીં પરંતુ ટોટલ ૫૧ વાર ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકીની તબિયાત વધુ નાજૂક બની ગઈ હતી.વધુ સારવાર માટે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકીને ગરમ સળિયાના ડામ આપવાના કારણે તેમની તબિયત વધુ નાજુક થઈ હતી. બાળકીના મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાયું હતુ. અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ દરમિયાન વધુ તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું હતુ.