અકસ્માત /
CCTV દ્રશ્યો : રાજકોટમાં Audi કાર નીચે દોઢ વર્ષનું બાળક કચડાતા મોત, તાપી-ભરૂચમાં પણ અકસ્માત
Team VTV01:12 PM, 29 Dec 20
| Updated: 01:27 PM, 29 Dec 20
ગુજરાત માટે આજનો દિવસ ખરેખર ભારે છે. રાજકોટમાં દોઢ વર્ષના બાળકનું અસ્માતમાં મોત થયું હતુ એટલું જ નહીં પરંતુ તાપી અને ભરૂચમાં પણ ગોઝારા અકસ્માત સર્જાયા હતા.
દોઢ વર્ષનું બાળક કાર નીચે કચડાયું
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસેનો બનાવ
બાળકનું નિપજ્યું મૃત્યુ
આજનો દિવસ ખૂબ ગોઝારો છે. રાજકોટમાં એક બાળકનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. દોઢ વર્ષનું બાળક રમતું હતુ અને કાર ચાલક તેના પર કાલ ચલાવી દીધી હતી. ગોઝારી ઘટનાનો રૂંવડા ઉભા કરી દેતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
તાપી ડોલવણના પાઠકવાડી ગામે પણ ગોઝારી ઘટના ઘટી હતી. જેમાં શેરડી ભરેલ ટ્રેક્ટરમાં બાઇક અથડાતા યુવકનું મોત થયું છે. અકસ્માત થતા બાઇકમાં આગ લાગી હતી. જેમાં આગમાં યુવક પણ ગંભીર રીતે સળગી જતા મોત થયું છે. ડોલવણ પોલીસે ટ્રેકટક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધી છે. રોડ પર બેદરકારી રાખી ટ્રેકટર પાર્ક કરવા બદલ ફરીયાદ નોંધી છે.
ભરૂચના અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં પણ એક યુવકનું મોત થયું છે. અજાણ્યા ટ્રક ચાલકે સાયકલ સવારને ટક્કર મારી હતી. જેને પરિણામે અકસ્માતમાં સાયકલ સવારનું કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.