બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2.5 year old girl slips her foot, dies due to drowning in river

નર્મદા / 2.5 વર્ષની બાળકીનો પગ લપસ્યો, નદીમાં ડૂબી જવાથી થયું મોત, 5 કલાકની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ

Priyakant

Last Updated: 11:02 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જિલ્લામાં પગ લપસતા નદીમાં ડૂબી જતાં અઢી વર્ષની બાળકીનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ

  • નર્મદાના ખાપરબુંદા ગામમાં બાળકીનું મૃત્યુ
  • અઢી વર્ષની બાળકીનું નદીમાં ડૂબી જતા મૃત્યુ
  • પગ લપસતા શેરખાડી નદીમાં પડી હતી બાળકી
     

નર્મદા જિલ્લામાં વરસાદ વચ્ચે એક દુ:ખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ નર્મદા જિલ્લાના ખાપરબુંદા ગામે બાળકીનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અઢી વર્ષની બાળકીનું નદીમાં ડૂબી જતાં મોત થયાનું સામે આવ્યું છે. આ તરફ ઘટના જાણ થતાં ગ્રામજનો સહિતના દોડી આવ્યા હતા. જે બાદમાં આશરે પાંચેક કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. 

નર્મદાના ખાપરબુંદા ગામે બાળકીના મોતથી પરિવાજનો શોકમગ્ન 

નર્મદા જિલ્લામાં વરસાદ આવ્યા બાદ અનેક નુક્શાન થયું છે. આ તરફ એક દુર્ઘટનામાં અઢી વર્ષની બાળકીનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ પગ લપસી જતાં એક અઢી વર્ષની બાળકી નદીમાં પડી હતી. જે બાદમાં નદીના વહેણમાં ડૂબી જતાં બાળકીનું મોત થયું છે. 

ગ્રામજનોમાં શોકનો માહોલ 

નર્મદાના ખાપરબુંદા ગામે અઢી વર્ષની બાળકીનું મોત થતા શોકનો માહોલ સર્જાયો છે. નર્મદાના ખાપરબુંદા ગામમાં અઢી વર્ષની બાળકીનો પગ લપસતા તે શેરખાડી નદીમાં પડી હતી. જે બાદમાં સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા 5 કલાકની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. 

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી 

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ