બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 2 crore embezzlement in the name of about 26 teachers in Thasara Teachers Credit Society

મહામંથન / વાડ જ ચીભડા ગળે એવો ઘાટ! બારોબાર ઉઠાવી લીધી લોન 2 કરોડ 12 લાખની લોન, શિક્ષકોના નામે ચરી ખાનારાને થશે સજા?

Dinesh

Last Updated: 09:47 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં લગભગ 26 જેટલા શિક્ષકોના નામે લોન લઈને અંદાજે 2 કરોડ 12 લાખ રૂપિયાની ઉચાપત થઈ

  • ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ
  • શિક્ષકોની જાણ બહાર લોન લઈને ઉચાપત કરવામાં આવી
  • ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના શિક્ષકોની સોસાયટી બની હતી

વાત નાનકડા તાલુકાની છે પણ એટલું ચોક્કસ છે કે તેના પડઘા દૂર સુધી પડશે. ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી આસપાસના વિસ્તારની પ્રથમ હરોળની ક્રેડિટ સોસાયટી છે જેનો વહીવટ સુચારુ રૂપથી ચાલતો હતો. 2016થી 2022 દરમિયાન ક્રેડિટ સોસાયટીના જ તત્કાલિન હોદ્દેદારોની દાનત બગડે છે અને લગભગ 26 જેટલા શિક્ષકોના નામે લોન લઈને અંદાજે 2 કરોડ 12 લાખ રૂપિયાની ઉચાપત થઈ જાય છે. ક્રેડિટ સોસાયટીના જ પૂર્વ ડિરેક્ટરના ધ્યાને કૌભાંડ આવે છે અને રજીસ્ટ્રાર સુધી મામલો પહોંચે છે. અત્યારે કાર્યવાહીના નામે તો ફરિયાદ નોંધવાની જ વાત થઈ રહી છે અને ઉચાપત કરનારા 3 લોકો પાસેથી રકમની વસૂલાતના આદેશ અપાયા છે. પ્રશ્ન એ થાય કે 6 વર્ષથી ઉચાપતનો ધીમો ખેલ ચાલતો રહ્યો ત્યાં સુધી કોઈને ખબર કેમ ન પડી. રકમની વસૂલાતનો આદેશ ભલે આપી દેવાયો પણ જે નિષ્ઠાવાન શિક્ષકોના નાણા ચાઉ થઈ ગયા તે સાચા અર્થમાં વસૂલ થશે ખરા. કાર્યવાહીના નામે ભીનુ સંકેલાશે કે પછી કરોડો રૂપિયા ચાઉ કરી જનારાને આકરી સજા થશે. 

ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ
ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ આચર્યાનું ધ્યાને આવ્યું છે. શિક્ષકોની જાણ બહાર લોન લઈને ઉચાપત કરવામાં આવી છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના શિક્ષકોની સોસાયટી બની હતી. અનેક શિક્ષકો ક્રેડિટ સોસાયટીના સભ્યો હતા. કેટલાય શિક્ષકોની જાણ બહાર તેના નામે લોન લઈ લેવામાં આવી હતી. 

ક્યા સમયગાળામાં કૌભાંડ આચરાયું?
2016 થી 2022

કોણે-કોણે કૌભાંડ આચર્યું?
ગોકળ ઠાકોર
ક્રેડિટ સોસાયટીના તત્કાલિન પ્રમુખ

અજીતસિંહ ઝાલા
મંત્રી

પંકજ પરમાર
કોમ્પ્યુટર ઓપરેટર

કેટલી રકમની ઉચાપત થઈ?
2 કરોડ 12 લાખથી વધુની રકમ

મામલો કઈ રીતે સામે આવ્યો?
પૂર્વ ડિરેક્ટરે જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરી
જિલ્લા રજીસ્ટ્રારે ખાસ ઓડિટરની નિમણૂંક કરી
ઓડિટરની તપાસમાં કૌભાંડ સામે આવ્યું

કોની પાસેથી કેટલી રકમ વસૂલવા આદેશ?
ગોકળ ઠાકોર
1 કરોડ 70 લાખ

અજીતસિંહ ઝાલા
31 લાખ 70 હજાર

પંકજ પરમાર
10 લાખ 63 હજાર

હવે શું કાર્યવાહી થશે?
પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ