બ્રેકિંગ ન્યુઝ
VTV / 18 plus vaccination from 1st may many states postponed vaccination due to shortage
Bhushita
Last Updated: 07:43 AM, 29 April 2021
ADVERTISEMENT
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે અનેક દિવસોથી 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે અનેક રાજ્યોમાં કોરોનાની વેક્સીનની અછતના કારણે 18 વર્ષથી ઉપરનુા લોકોને વેક્સીન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે રાજ્યોમાં કોરોનાનો કહેર વધારે છે તેવા મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢમાં તેને ટાળવાનું નક્કી કરાયું છે.
ADVERTISEMENT
રાજ્યોએ ગણાવી મજબૂરી
મહારાષ્ટ્રમાં વધી પાબંધી
સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની વેક્સીનની અછતના કારણે 1 મેથી યુવાઓને વેક્સીન આપી શકાશે નહીં. સ્વાસ્થ્ય મંત્રીએ લોકડાઉન દેવી પાબંધી અને રસીની અછતને કારણ ગણાવીને પણ વેક્સીનેશનને ટાળ્યું છે.
રાજસ્થાન
અહીં સરકાર કહે છે કે કેન્દ્રની તરફથી પૂરતો વેક્સીનનો સ્ટોક મળી રહ્યો નથી. તેથી 1મેથી પણ યુવાઓને માટે વેક્સીનેશન શરૂ કરી શકાશે નહીં. જે પ્રક્રિયા ચાલી રહી છે તે જ ચાલુ રહેશે. રાજસ્થાન સરકાર કહે છે કે અમે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 3.765 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે પણ તે ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી અને કેન્દ્રથી મળનારો સ્ટોક પણ આવી રહ્યો નથી.
છત્તીસગઢ
સ્વાસ્થ્ય મંત્રી ટીએમ સિંહ દેવે કહ્યુ કે આસામ તરફથી રસીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું કે એક મહિના બાદ સપ્લાય મળી શકશે. ભારત બાયોટેક પણ જુલાઈ સુધી વેક્સીન આપશે. તો સીરમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સિદ્ધુએ કહ્યુ કે જો રસી ઉપલબ્ધ ન થઈ તો પછી રસીકરણ પણ નહીં થઈ શકે. સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે તમામનું રસીકરણ શરુ કરવામાં આવે પરંતુ રસી ઉપલબ્ધ નથી.
આસામ
અહીં સરકારે વેક્સીનેશનને ટાળવાના સંકેત આપ્યા છે. તેમની પાસે હાલમાં અઢી લાખ વેક્સીનનો સ્ટોક બચ્યો છે.
તેલંગાણા
વેક્સીનેશનનો હાલમાં દોઢ લાખ ડોઝનો સ્ટોક હોવાના કારણે અહીંની સરકાર પણ યુવાઓને વેક્સીન આપવાનું 1 મેથી ટાળી રહી છે.
કર્ણાટક
સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને માટે વેક્સીનના કામને એક અઠવાડિયા માટે આગળ વધારવાના સંકેત આપ્યા છે.
તમિલનાડુ
અહીંની સરકાર કહે છે કે અમે પીએમને પત્ર લખીને વેક્સીનેશનના પૂરતા ડોઝ આપવાની ભલામણ કરી છે. પૂરતો સ્ટોક મળ્યા બાદ જ 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન શરૂ કરાશે.
કોવિડ પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપનું સર્વર ડાઉન થયું
18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરું થયું ત્યારે મોટાભાગના યુઝર્સ પાસે સંદેશ આવી રહ્યો હતો કે કોવિન સર્વર પરેશાનીનો સામનો કરી રહ્યું છે કૃપા કરીને થોડા સમય બાદ પ્રયાસ કરો. જો કે થોડા સમય બાદ સુવિધા ફરીથી શરૂ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.