બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 16 MoUs worth 12703 crores were signed in Gujarat

આત્મનિર્ભર / ગુજરાતમાં 13 હજારથી વધુ લોકો માટે ઊભી થશે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં 12703 કરોડના 16 MoU સંપન્ન

Dhruv

Last Updated: 02:56 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના' અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે અત્યાર સુધીમાં રૂ. 54,852 કરોડના 20 MoU થયા.

  • આત્મનિર્ભરની દિશામાં આગળ ધપતું ગુજરાત
  • રાજ્યમાં 12 હજાર 703 કરોડનું રોકાણ થશે
  • રોકાણ થકી 13 હજારથી વધુ લોકોને મળશે રોજગારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે.

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા. ૧૩ મી માર્ચે એક જ દિવસમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૬ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં રૂપિયા ૧૨૭૦૩ કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૩૮૮૦ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં  ઑક્ટોબર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 54852  કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમ ઓ યુ થયા છે. આના પરિણામે ૨૪૭૦૦થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે.

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ ૧૬ એમ.ઓ.યુ. સાથે કુલ 36 MOU રૂપિયા 67 હજાર 555 કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે. સોમવારે તારીખ ૧૩મી માર્ચે થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે. મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં ૫, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં ૩-૩, પાનોલીમાં ૨ તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં ૧-૧ ઉદ્યોગો શરૂ થવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ઉદ્યોગમંત્રી  બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ રોકાણોથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહિ, સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે. આ MoU સાઇનિંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્સ-બીના એમ.ડી. સુ  મમતા હિરપરા તથા વરિષ્ઠ અધિકારીઓ, રોકાણકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ