બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / 1.5 degree rise in temperature in four years, Earth will burn... What will happen to humans?

ડરામણો રિપોર્ટ / હાય ગરમી...! દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે અગનવર્ષા જેવી ગરમી, શું થશે માણસોનું?

Pravin Joshi

Last Updated: 04:01 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે. દર પાંચ વર્ષે એક વર્ષ રેકોર્ડ બ્રેક થશે. પરિણામે,કમોસમી વરસાદ, અચાનક પૂર, દુષ્કાળ, ધૂળના તોફાન, દરિયાની સપાટીમાં વધારો. દરિયાઈ તોફાનોની ઘટનાઓ બનશે.

  • 2027 પહેલા સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે
  • આ ખુલાસો વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યો 
  • WMOએ 30 વર્ષના સરેરાશ વૈશ્વિક તાપમાનના આધારે આ ખુલાસો કર્યો 

બસ હજુ ચાર વર્ષ. એટલે કે 2027 પહેલા સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે. આ ખુલાસો વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા કરવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે વિશ્વનું તાપમાન 2015ના પેરિસ કરારના સ્તરથી ઉપર જશે. પરંતુ ગરમી વધશે. આ ખાતરી છે. જેથી લોકોની હાલત કફોડી થવા જઈ રહી છે અને આખી દુનિયા બળી જશે. તો બીજી તરફ હવામાનનો સમય બદલાશે અને અનેક આફતો આવશે. WMOએ 30 વર્ષના સરેરાશ વૈશ્વિક તાપમાનના આધારે આ ખુલાસો કર્યો છે. સંગઠને કહ્યું કે 2027 સુધીમાં વિશ્વનું તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસ વધે તેવી 66 ટકા શક્યતા છે.

મેઘરાજા ફરી ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે, બનાસકાંઠાથી લઇને છેક દ્વારકા સુધી  બોલાવશે ધડબડાટી! | Rising heat amid rain forecast, with normal rain also  forecast in many areas

બ્રિટનના મેટ ઓફિસ હેડલી સેન્ટરના લાંબા અંતરની આગાહીના વડા એડમ સ્કેફેએ જણાવ્યું હતું કે આગામી ચાર-પાંચ વર્ષમાં આપણે ઐતિહાસિક વિક્રમી ગરમીનું સ્તર જોઈ શકીએ તે પણ શક્ય છે. તાપમાન દોઢ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવું જોઈએ. ગયા વર્ષે જે રિપોર્ટ આવ્યો હતો તેમાં આની સંભાવના 50-50 હતી. પરંતુ ફરીથી કરવામાં આવેલા અભ્યાસ મુજબ હવે તે 66 ટકા છે. જે ડરામણા રિપોર્ટમાં આ વાત સામે આવી છે તેને ગ્લોબલ એન્યુઅલ ટુ ડેકડલ ક્લાઈમેટ અપડેટ નામ આપવામાં આવ્યું છે.

ભારતમાં આ વર્ષમાં હિટવેવ ડેન્જર ઝોનમાં પહોંચી જશે, તાપમાન તાંડવ મચાવશેઃ  IMDનો ડરામણો રિપોર્ટ | Heat waves to increase in India by 2060 IMD

દર પાંચ વર્ષમાં એક વર્ષ અત્યંત ગરમ રહેશે

WMO એ વધુ એક ભયજનક ચેતવણી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની 98 ટકા શક્યતા છે. આ પ્રક્રિયા વર્ષ 2016થી શરૂ થઈ છે. આ એક વિશાળ જળવાયુ સંકટ છે, જેને મોટાભાગના દેશો ગંભીરતાથી લેતા નથી.

કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, ભારતમાં હીટ વેવને લઈને નાસાએ કરી શેર કરી  ભયાનક તસવીર | Horrible picture shared by NASA about the heat wave in India

કમોસમી વરસાદ, અચાનક પૂર, દુષ્કાળ જેવા પ્રકોપ વધશે

એડમનું કહેવું છે કે જો તાપમાનમાં અસ્થાયી ધોરણે દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ સમગ્ર વિશ્વને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. કમોસમી વરસાદ, અચાનક પૂર, દુષ્કાળ, ધૂળના તોફાન, દરિયાની સપાટીમાં વધારો. દરિયાઈ તોફાનોની ઘટના બનશે. આનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

Tag | VTV Gujarati

આબોહવા પરિવર્તન વધુ અલ નિનો લાવશે

જ્યાં સુધી આપણે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરીએ ત્યાં સુધી આપણે વધતી ગરમીને રોકી શકીશું નહીં. આની અસર અલગ-અલગ દેશોની દરેક સિઝનમાં થશે. ભારતની સ્થિતિ વધુ બગડશે કારણ કે જ્યારે માનવ દ્વારા થતા વાતાવરણમાં ફેરફારને અલ-નીનો સાથે જોડવામાં આવશે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થશે.

હિટવેવની આગાહી વચ્ચે કાળઝાળ ગરમીથી બચવા આજથી જ અપનાવો આ 10 ઉપાય, મળશે  'લૂ'થી મોટી રાહત | Adopt these 10 remedies from today to avoid scorching  heat amid heatwave forecast, you will

અલ નીનો વાતાવરણને ગરમ કરશે

ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પીટરી તાલાસે કહ્યું કે અતિશય ગરમીને કારણે અલ-નીનોની સ્થિતિ પણ ઊભી થશે. જેના કારણે ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરની ઉપરની સપાટી ગરમ રહેશે. જેના કારણે વાતાવરણ પણ ગરમ રહેશે. જ્યારે વાતાવરણ ગરમ થશે ત્યારે સમગ્ર વિશ્વનું તાપમાન વધશે. આગામી કેટલાક મહિનામાં અલ-નીનોની અસર આખી દુનિયામાં જોવા મળવાની છે.

આકરી ગરમી સહન કરવા રહેજો તૈયાર, 2થી3 ડિગ્રી તાપમાન હજુ વધશે, જાણો હવામાન  વિભાગે શું કરી આગાહી| heat wave in state temperature will increase from 2  to 4 degrees

સમગ્ર વિશ્વને ગરમીનો માર સહન કરવો પડશે

અલ નિનો પ્રક્રિયા સામાન્ય આબોહવા પરિવર્તનથી અલગ છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે આવનાર અલ-નીનો ખતરનાક બની શકે છે. જેના કારણે ઉત્તર અમેરિકાનું તાપમાન વધશે. દક્ષિણ અમેરિકામાં દુષ્કાળ પડી શકે છે. તેની સાથે એમેઝોનના જંગલો સહિત વિશ્વના ઘણા દેશોના જંગલોમાં આગ લાગી શકે છે.

ગુજરાતમાં ગરમીથી નહીં મળે ત્રણ દિવસ રાહત, અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ -  Gujarat will not get relief from heat, heat wave will remain unchanged for  three days, Orange alert in Ahmedabad today | TV9 Gujarati

હવામાનની આગાહી 

અગાઉ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 2017 અને 2021 વચ્ચે તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થવાની માત્ર 10 ટકા શક્યતા છે. પરંતુ આગામી કેટલાક વર્ષોમાં પારો 66 ટકા વધવાની શક્યતા છે. ડબ્લ્યુએમઓ એક અલગ આગાહી ધરાવે છે. તે IPCC જેવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન વિશે નથી. તેના બદલે તે લાંબા અંતરની હવામાનની આગાહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ