બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 100 years deviben chopra home isolate and now corona negative
Gayatri
Last Updated: 09:54 AM, 30 November 2020
ADVERTISEMENT
કોણ કહે છે કે કોરોનાને હરાવી ન શકાય? અમદાવાદના શાહીબાગમાં રહેતા 100 વર્ષના દેવબેન ચોપરાએ કોરોનાને પોતાના ઘરમાં હોમ આઈસોલેટ થઈને હંફાવ્યો છે. એટલું જ નહીં એમની પ્રેરણાથી એમનો 70 વર્ષનો પુત્ર પણ મક્કમ બનીને કોરોના સામે પોતાના ઘરે જ આઈસોલેટ થઈને લડાઈ લડી રહ્યો છે.
11 નવેમ્બરે તાવ આવ્યો હતો
ADVERTISEMENT
શાહીબાગમાં રહેતાં 100 વર્ષનાં દેવીબેન ચોપરાને 40 વર્ષથી બીપીની બીમારી છે, ડાયાબિટીસ પણ છે છતાં કોરોના થતાં હોસ્પિટલને બદલે 15 દિવસ ઘરમાં જ આઇસોલેટ થઈને સાજા થયાં. દેવીબેનને 11 નવેમ્બરે તાવ આવ્યો હતો. પછી તેમણે પુત્ર જવાહરભાઈનાં પત્નીને વાત કરતાં તેમના પૌત્ર દીપકભાઈએ 104 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને હેલ્પલાઇનના સૂચનથી પરિવારે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શું કહે છે દેવીબા?
દેવી બા ક્યાયં અવરજવર કરતા નથી. વર્ષે એક જ વાર જ્યારે ગામડે જવાનું હોય ત્યારે જ બહાર નીકળે છે. તેઓ કહે છે કે, ‘તમારા મનમાં રહેલા પોઝિટિવ વિચારો તમને ધાર્યું પરિણામ આપી શકે છે. બસ આ જ વિચારોથી 100 વર્ષ સુધી જીવી રહી છું. હું આજે પણ મારા દરેક કામ જાતે જ કરું છું અને જવાબદારી જાતે જ રાખું છું. દેવીબેનનું દિવસમાં ચારથી વધુ વખત ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર ચેક કરાતું હતું. ઓક્સિજન લેવલ 98ની આસપાસ રહેતું જ્યારે ટેમ્પરેચર પાંચ દિવસ 100ની આસપાસ રહેતું હતું. તેમને તેમનાં દીકરાનાં પત્ની રોજ બહારથી જ જમવાનું આપતાં હતાં. દસમાં દિવસે ફરી આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યાં હતાં. જોકે, 15મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
દેવીબાના 70 વર્ષના પુત્ર જવાહરભાઈ ચોપરા પણ કોરોના પોઝિટિવ આવતાં માતાની હિંમત જોઈને હોમ આઇસોલેટ થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.