બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 teams of NDRF deployed to deal with rain situation in the state, 37 people rescued in Demai village of Aravalli

ઍલર્ટ / રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 10 ટીમો તૈનાત, અરવલ્લીના ડેમાઈ ગામે 37 લોકોનું કરાયું રેસ્ક્યૂ

Malay

Last Updated: 08:48 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rescue Operation Of NDRF: રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને NDRFની 10 ટીમ ડિપ્લોય, અરવલ્લીના ડેમાઈ ગામે મોડી રાતે NDRFની ટીમે 37 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

  • રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત
  • ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી
  • બાયડના ડેમાઈ ગામે NDRFએ 37 લોકોનું કર્યું રેસ્ક્યૂ 

Rain In Gujarat: ગુજરાતમાં શનિવાર સાંજથી મેઘરાજા ઓળઘોળ થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. શનિવારથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરાયા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદાનાં પાણીએ ભરૂચમાં તારાજી સર્જવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે.

ગુજરાતના માથે મંડરાતો ખતરો: કેન્દ્ર સરકારે મોકલી NDRFની વધુ 2 ટીમો, 150  કિમીની ઝડપે વાવાઝોડું ટકરાવાની શક્યતા | Central Govt sends 2 more NDRF  teams to Gujarat, 150 km ...

NDRFની ટીમો ખડેપગે તૈનાત 
મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ધુંઆધાર વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઇ છે. મહત્વનું છે કે, રવિવારે ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

NDRF | VTV Gujarati

અરવલ્લીમાં શાળાઓમાં આજે રજા
અરવલ્લીમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને પગલે આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ રજા જાહેર કરી છે. 

NDRF દ્વારા 37 લોકોનું કરાયું રેસ્ક્યૂ 
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે NDRF દ્વારા ગઈકાલે રાતે રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દેમાઈ ગામે NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 11.30 કલાકે શરૂ થયેલું રેસ્ક્યૂ ઓપરેશન 1.30 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન એનડીઆરએફ દ્વારા 37 લોકોનું રેસક્યૂ કરાયું હતું. 3 નવજાત બાળકો, 7 બાળકો સહિત 37 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 

મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર 
ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલ સેવા બંધ કરાઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ