બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 1-year-old baby toy LED bulb while 10-month-old baby swallows guar horn

ચેતજો / 1 વર્ષનું બાળક રમકડાંનુ LED બલ્બ જ્યારે 10 મહિનાનું બાળક ગવારની સીંગ ગળી ગયું, અમદાવાદ સિવિલે નવજીવન બક્ષ્યું

Vishal Khamar

Last Updated: 06:48 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાંચ દિવસમાં બે નાના બાળકોની શ્વાસનળીમાં ફોરેન બોડી (બાહ્ય પદાર્થ ) ફસાઇ જવાની અતિગંભીર ઘટના સામે આવી હતી. બંને બાળકોનું સિવિલ હોસ્પિટલનાં બાળરોગ સર્જરી વિભાગનાં તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરી તે દૂર કર્યા હતા.

  • માતા-પિતા માટે ચેતવણી સમાન બે કિસ્સાઓ
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર પાંચ દિવસમાં બે અતિગંભીર ઘટના સામે આવી
  • બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને તે  દૂર કર્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમા સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની  શ્વાસનળીમાંથી ફોરેન બોડી  દૂર કરાવામા આવ્યા છે. ‌ આ બે દર્દીઓમા અમદાવાદના કુબેરનગરની એક વર્ષની નિત્યા રજક જેના જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ દૂર કરાયો છે.

X-ray બાદ માલુમ પડ્યું કે બાળકીનાં ફેફસાની અંદર બલ્બ ફસાયો છે
અન્ય દર્દી દસ મહિનાનો યુવરાજ ઠાકોર એના જમણા ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતા ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી એને કાઢીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો. પહેલા કિસ્સાની વિગતો જોઈએ તો, નિત્યા રજતને  માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર અર્થે  સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગમાં  દાખલ કરી એના ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા‌‌. તેના છાતીના ભાગનો X-ray કરવામાં આવતા જમણા ફેફસાંમાં કંઈક બાહ્ય  પદાર્થ ફસાયેલું હોવાનું  માલુમ પડયું . તેના  માતા-પિતાને એ ખબર જ નહોતી કે તેમની  બાળકીના ફેફસાની અંદર બલ્બ ફસાયો છે એ ક્યાંથી આવ્યો અને કેવી રીતે એ ગળી ગઈ. તબીબોનું એવું માનવું છે કે જ્યારે એલઇડી બલ્બ એના મોઢામાં હશે એ સમયે ઓપરાઈ જવાથી એ એલઇડી બલ્બ એની શ્વાસનળીમાં થઈ અને જમણા ફેફસાની શ્વાસનળીમાં ફસાયું હોઈ શકે. બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ એનેસ્થેસિસ્ટ ડૉ.ભાવનાબેન રાવલના સહયોગથી આ બલ્બ દૂર કર્યો. 

બીજા કિસ્સામાં બાળકનાં ફેફસાની અંદર ફોરેન બોડી બહાર કાઢવામાં આવ્યું
બીજા કિસ્સામાં માત્ર દસ વર્ષનો યુવરાજ ઠાકોરને ચાર ઓક્ટોબરની  રાત્રે પેટમાં એકાએક દુ:ખાવો થતાં તેને  વિરમગામ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમા લાવવામાં આવ્યો. હોસ્પિટલમા આ બાળક આવ્યો ત્યારે એનો શ્વાસોશ્વાસની તકલીફ ખૂબ વધી ગઇ.  તેનો સીટી સ્કેન અને એક્સરે કરતાં ખબર પડી કે જમણો ફેફસું ખૂબ ફુલી ગયું હતું . સીટી સ્કેનમાં માલુમ પડ્યું એ જમણા ફેફસાની અંદર કંઈક ફોરેન બોડી છે.

ઓપરેશન બાદ લીલા કલરની ફોરેન બોડી જે ગવાર સિંગના ટુકડો હોવાનું માલુમ પડ્યું
જેથી તાત્કાલિક અસરથી આ બાળકની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી.આ દરમિયાન જે ફોરેન બોડી  કાઢવામાં આવ્યું  ત્યારે એ લીલા કલરની ફોરેન બોડી જે ગવાર સિંગના ટુકડો હોવાનું માલુમ પડ્યું. જે ફેફસાં ફસાઇ ગયું હોવાના કારણે બાળકને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડી રહી હતી. જેને સર્જરી ઇમરજન્સી વિભાગના ડૉ. કિરણ પટેલની મદદથી સર્જરી દ્રારા કાઢી નાખવામાં આવ્યું .હાલ બાળક એકદમ સ્વસ્થ  છે  અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.

પાંચ દિવસનાં ટૂંકા ગાળામાં અજીબો ગરીબ પ્રકારની ફોરેન બોડી કાઢી બાળકને નવજીવન આપ્યું
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશી જણાવે છે કે, માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં એક વર્ષની આસપાસના બે બાળકોના જમણા ફેફસામાંથી અજીબો ગરીબ પ્રકારની ફોરેન બોડી કાઢીને એમને નવજીવન આપવામાં આવ્યું છે. તેઓ  દરેકે  માતા-પિતા કે વાલીઓ કે જેના બાળકો પાંચ વર્ષથી નાના છે તેમને અપીલ કરતા કહે છે કે, આવા બાળકોના હાથમાં આવા પ્રકારની ફોરેન બોડી ન આવી જાય એના માટે ખૂબ સાવચેતી રાખવી જોઈએ.

ખાસ કરીને સિંગના દાણા, ચણા, આવી રીતે શાકના ટુકડા, એલઇડી બલ્બ અને એવી રીતે જોઈએ તો ઘડિયાળના જે બલ્બ આવે છે. બેટરી સેલ યઆવી બધી વસ્તુઓ બાળકના હાથમાં ન આવે એવી ઊંચાઈ પર રાખવી જોઈએ અને એવી જ રીતે જે આપણે બાથરૂમ સાફ કરવાનો એસિડ હોયએ પણ એના હાથમાં ન આવી જાય કે જેથી કરીને ભૂલથી બાળકો પી ન જાય અને ખૂબ ગંભીર હાલતમાંએ લોકોને હોસ્પિટલમાં લાવવા ન પડે તે માટે આ તમામ સલાહ અનુસરવા ડૉ. જોષીએ અનુરોધ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ