બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yuvraj Singh Jadeja Gandhinagar court granted bail

ગાંધીનગર / BIG NEWS : વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના શરતી જામીન મંજૂર, ગાંધીનગરની કોર્ટે જુઓ શું રાખી શરત

Kavan

Last Updated: 08:30 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપતા યુવરાજસિંહ જેલમાંથી છૂટ્યા છે. જેલમાંથી નિકળ્યા બાદ યુવરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ મૌન રહ્યાં હતા.

  • ગાંધીનગરમાં પ્રવેશ ન કરવાની શરત સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને અપાયા શરતી જામીન 
  • 15 હજારના જામીન પર મળી 
  • ફરિયાદ પક્ષને હાનિ પહોંચાડવી નહીં 

પોલીસ કર્મચારી પર ગાડી ચલાવવા મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપતા યુવરાજસિંહ જેલમાંથી છૂટ્યા છે. જેલમાંથી નિકળ્યા બાદ યુવરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ મૌન રહ્યાં હતા.

કોર્ટે આપ્યા શરતી જામીન 

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની કોર્ટે શરતી જામીન આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરી શકે. આ સાથે તેઓને સૂચના આપી છે કે, તમામ પ્રકારની તપાસમાં તેઓ સહકાર આપશે. તો યુવરાજસિંહ નામદાર કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં.  

યુવરાજસિંહની ધરપકડ કેમ કરાઈ હતી?

ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા.  વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી.  આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે  યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે તેવો મયુર ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો

કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો હતો

યુવરાજસિંહ સામેના આરોપ અંગે વધુમાં જણાવ્યું કે  યુવરાજસિંહે લક્ષ્મણભાઇ નામના કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી જે ગુના હેઠળ કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો યુવરાજ સિંહની કારમાં લગાવેલા કેમેરામાં જ કેદ થયો. FSLની મદદથી રેકોર્ડિંગ પ્રાપ્ત થયુ હોવાનું પણ જણાવ્યું. મહત્વનું છે કે યુવરાજસિંહ કારમાં કેમેરો લગાવીને રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Yuvraj Singh Jadeja gujarat પોલીસ પર હુમલો યુવરાજસિંહ જાડેજા Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ