બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / xiaomi s foldable phone may come with five pop up cameras

સ્માર્ટફોન / 5 પૉપ અપ કેમેરા સાથે જલ્દી જ લોન્ચ થઇ શકે છે Xiaomiનો ફોલ્ડેબલ ફોન

Mehul

Last Updated: 06:53 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે કેટલાક ફોલ્ડેબલ ફોન્સ લોન્ચ થયા છે. સૌથી પહેલા સેમસંગે પોતાનો Galaxy Foldને લોન્ચ કર્યો. જેને હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ Huaweiના Mate Xને લોન્ચ કરાયો. જોકે તેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો નથી. ત્યારે Huawei અને સેમસંગે પોતાના ફોલ્ડેબલ ફોન્સની જાહેરાત કરી છે.

  • સેમસંગે પોતાનો Galaxy Foldને લોન્ચ કર્યો
  • ત્યારબાદ Huaweiના Mate Xને લોન્ચ કરાયો
  • Xiaomiએ હાલમાં જ ચીનમાં 108 MP કેમેરા વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો

હવે શાઓમીએ પણ જાણકારી આપી હતી કે કંપની પણ ફોલ્ડેબલ ફોન લાવવાની તૈયારી કરી રહી છે. બાદમાં કંપનીએ એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો. જ્યાં શાઓમીના ફોલ્ડેબલ ફોનનો પ્રોટોટાઇપ દેખાડવામાં આવ્યો હતો. હવે એક નવી રિપોર્ટમાં આ ફોલ્ડેબલ ફોન વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી છે. શાઓમીએ હાલમાં જ Mi CC9 Proને લોન્ચ કર્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર Mi Note 10થી ઉતારવામાં આવ્યો છે. તેને રિયરમાં 5 કેમેરા અને ફ્રન્ટમાં સિંગલ સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 

શાઓમી પોતાના જલ્દી જ આવનારા ફોલ્ડેબલ ફોનમાં પેન્ટા કેમેરા ટેક્નોલોજીને ઉપયોગમાં લાવી શકે છે. હાલ કંપનીએ સ્પષ્ટતા નથી કરી કે ફોલ્ડેબલ ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે. પરંતુ અમે આશા છે કે તેને જલ્દી જ લોન્ચ કરવામાં આવી શકે છે. સંભાવના એ પણ છે કે તેને કેટલાક મહીનામાં જ બજારમાં લાવવામાં આવશે. 

ટાઇગરમોબાઇલની રિપોર્ટ અનુસાર એક પેટન્ટ મુજબ શાઓમીનો ફોલ્ડેબલ ફોન પેન્ટા પૉપ-અપ કેમેરા સેટઅપની સાથે આવશે. નોંધનીય છે કે, આ રિપોર્ટ પેટન્ટની હિસાબે તૈયાર કરવામાં આવી છે. શાઓમીના ફોલ્ડેબલ ફોનની ફાઇનલ ડિજાઇન અલગ હોઇ શકે છે.

ફોલ્ડેબલ ફોનમાં પૉપ-અપ કેમેરા સેટઅપ આપવાનો અર્થ છે કે તે રિયર અને સેલ્ફી બંને માટે કામ આવશે. પેટન્ટથી જાણવામાં મળી રહ્યું છે કે અનફોલ્ડ થયા બાદ પૉપ-અપ કેમેરા ફોલ્ડેબલ ફોનના લેફ્ટ સાઇડમાં રહેશે. શાઓમીના આ ફોલ્ડેબલ ફોનની ડીઝાઇન ઘણી ક્લિન નજરે પડી રહી છે. 

નોંધનીય છે કે, ગત સપ્તાહે શાઓમીએ ચીનમાં 108 MP કેમેરા વાળો સ્માર્ટફોન Mi CC9 Pro લોન્ચ કરવામાં આવ્યો હતો. બાદમાં MI CC9 Proના ગ્લોબલ વેરિએન્ટ Mi Note 10 Proને સ્પેનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ એ સ્પષ્ટ નથીં કે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Foldable Phone Huawei Mate X Pop up Cameras Tech Update Xiaomi technology news ગુજરાતી ન્યૂઝ Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ