બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / winter session of Parliament pm modi says opposition instead of taking out the anger of defeat be positive

Parliament Winter Session / 'વિપક્ષમાં બેઠેલા સાથી મિત્રોએ પરાજયનો ગુસ્સો નીકાળવાના બદલે...', સંસદના શિયાળા સત્રના પ્રારંભે PM મોદીએ આપ્યો જીતનો મંત્ર

Megha

Last Updated: 11:09 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ વિપક્ષને સલાહ આપતા કહ્યું કે, 'દેશે નકારાત્મકતાને નકારી કાઢી છે. વિપક્ષો માટે આ એક સુવર્ણ તક છે, તેઓ પોતાની હારનો ગુસ્સો કાઢવાને બદલે સકારાત્મક વિચાર સાથે આગળ આવે. '

  • સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે
  • પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું
  • ગૃહમાં વિપક્ષોએ હારનો ગુસ્સો ન કાઢવો જોઇએ.. - પીએમ મોદી 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે તો કોંગ્રેસે તેલંગાણામાં બહુમતી મેળવી હતી. મિઝોરમ ચૂંટણી 2023ની મતગણતરી આજે શરૂ થઈ ગઈ છે.

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. એ સમયે પીએમ મોદીએ કહ્યું, 'ઠંડી નહીં પરંતુ રાજકીય ગતિવિધિ ઝડપથી વધી રહી છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા. પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે. આ પરિણામો એ લોકો માટે ખાસ પ્રોત્સાહક છે જેઓ જેઓ સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. 

સાથે જ પીએમ મોદીએ વિપક્ષને સલાહ આપતા કહ્યું કે, 'દેશે નકારાત્મકતાને નકારી કાઢી છે. સત્રની શરૂઆતમાં અમે વિપક્ષના સાથીદારો સાથે ચર્ચા કરીએ છીએ, અમે હંમેશા દરેકના સહયોગની વિનંતી કરીએ છીએ. આ વખતે પણ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વિપક્ષો માટે આ એક સુવર્ણ તક છે, તેઓ પોતાની હારનો ગુસ્સો કાઢવાને બદલે સકારાત્મક વિચાર સાથે આગળ આવે. દરેકને તક મળે છે. નિરાશા થશે, પરંતુ ગૃહમાં બહારની હારનો ગુસ્સો ન કાઢો.'


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ