આવતી કાલે રજૂ થશે 125 રૂપિયાનો સિક્કો

By : vishal 04:17 PM, 28 June 2018 | Updated : 04:17 PM, 28 June 2018
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આવતી કાલે એટલે કે, 29 જૂનના રોજ પી સી મહાલનોબિસની 125 મી જયંતીના અવસરે તેમના સન્માનમાં 125 રૂપિયાનો યાદગાર સિક્કો અને પાંચ રૂપિયાના નવા સિક્કા રજૂ કરશે. તમને જણાવી દઇયે કે, મહાલનોબિસની જયંતીને સંખ્યાકીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ માહિતી આપતી વખતે મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે આંકડાઓનો વિષય 'અધિકૃત આંકડામાં ગુણવત્તાસભર વિશ્વાસ' છે. આ કાર્યક્રમ 9 જૂનના રોજ કલકત્તામાં યોજવામાં આવશે. 

આ કાર્યક્રમનો હેતુ લોકોને સામાજિક-આર્થિક યોજનાઓ અને નીતિઓના નિર્માણમાં આંકડાકીય મહત્ત્વ વિશે જાગૃત કરવા અને મહાલનોબિસનું યોગદાન વિશે જણાવવાનો છે. ભારતીય સંખ્યાકીય સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી.Recent Story

Popular Story