શું તમારો ફોન ટ્રેક તો નથી થઇ રહ્યોને જાણો આ સરળ ટ્રીકથી

By : krutarth 11:05 PM, 27 October 2017 | Updated : 11:05 PM, 27 October 2017
નવી દિલ્હી : એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરવું જેટલું સરળ રહે છે તેટલું જ તેની સુરક્ષા પર પણ સવાલ પેદા થતા રહે છે. લોકો પોતાનાં સ્માર્ટફોનને કેટલો પણ સુરક્ષીત રીતે રાખે પરંતુ હેકર્સ તેનાં પર કાબુ મેળવી લેતા હોય છે. ઘણી વાર યુઝર્સને આ વાતની માહિતી જ નથી હોતી કે તેમનો ફોન કોઇ ટ્રેક કરી રહ્યું છે કે નહી તેમની કોલ ક્યાંક ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે. આજે અમે તમને કેટલાક એવા કોડ્સ અંગે મહિતી આપવા જઇ રહ્યા છીએ તેનાં દ્વારા તમે સરળતાથી ભાળ મેળવી શકશો કે કોઇ તમારો ફોન ટ્રેક કરી રહ્યું છે કે નહી. ખાસ વાત એ છે કે તેનાં માટે તમારે કોઇ પણ એપ ડાઉનલોડ નથી કરવાનો.

##4636##
સૌથી પહેલા તમારે સ્માર્ટફોનનાં ડાયલપેટમાં જવું પડશે. ડાયલપેડમાં ##4636## ડાયલ કરવું પડશે. આ ડાયલ કરતા જ તમારા મોબાઇલ સ્ક્રીમ પર ઘણા ઓપ્શન દેખાશે. તેની મદદથી તમે પોતાનાં ફોન સાથે જોડાયેલા ઘણી બધી માહિતી જેવા ફોનની બેટરી, વાઇફાઇ કનેક્શનની ટેસ્ટ, મોડલ નંબર અને રેમન અંગે માહિતી મળી શકે છે. સાથે જ યુસેઝ ઇન્ફર્મેશનમાં જઇને તમે માહિતી મેળવી શકો છો કે તમારી ગેરહાજરીમાં તમારા ફોનમાં કયા કયા એપ ખોલવામાં આવ્યા છે. સાથે જ કેટલો સમય ખોલવામાં આવ્યો છે. 

*#21#
જો તમે જાણવા માંગો છો કે તમારા ફોનથી મેસેજ કે કોલને કોઇ બીજા નંબર પરથી ટ્રેક નથી કરવામાં આવી રહ્યા. અથવા કોઇ બીજા નંબર પર તમારો મેસેજ અને કોલ ફોરવર્ડ તો નથી કરવામાં આવી રહ્યા. અથવા તો કોઇ બીજા નંબર પર તમારો મેસેજ અને કોલ ફોરવર્ડ તો નથી કરવામાં આવી રહ્યા છે તો તમે આ કોડને ડાયલ કરીને ભાળ મેળવવામાં આવી શકે છે. 

*#62#
આ કોડની મદદથી તમે તે માહિતી મેળવી શકો છો કે તમારા સ્માર્ટફોનને કોઇ બીજા નંબર પર રીડાયરેક્ટ તો નથી કરવામાં આવ્યો.

##002#
જો તમારા મોબાઇલ ફોનને કોઇ ટ્રેક કરી રહ્યું છે તો તમે ##002# ડાયલ કરીને ફોનનાં તમામ કોલ ફોરવર્ડિંગને રોકી શકાય છે. આ નંબરને ડાયલ કરીને તમારા ફોનનું કોલ ફોર્વર્ડિંગ ડીએક્ટિવેટ થઇ જશે. આ ચારેય કોડ્સની મદદથી તમે તમારા ફોનને ટ્રેક કરવા અને પોતાની અંગત માહિતી લીક થવાથી સરળતાથી રોકી શકો છો. Recent Story

Popular Story