બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / While trying to save the person electrocuted both died Tragedy in Gondal Lok Mela

અરેરાટી / કરંટ લાગેલી વ્યક્તિને બચાવવા જતા બીજો પણ આવ્યો ઝપેટમાં, બન્નેના મોત, ગોંડલના લોકમેળામાં દુર્ઘટના

Last Updated: 12:06 AM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલમાં નગરપાલિકા સંચાલિત મેળામાં વીજ કરંટ લગતા 2 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યાં હતા. એક વ્યક્તિને બચાવવા જતાં બંનેએ સારવારમાં દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

  • ગોંડલમાં નગરપાલિકા સંચાલિત મેળામાં દૂર્ઘટના
  • લોકમેળામાં 2 વ્યક્તિઓના વીજ કરંટથી મૃત્યુ
  • સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે યોજાયો છે લોકમેળો

ગોંડલ કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગોંડલ નગરપાલિકા દ્વારા તહેવારોને મેળાને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આગેવાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેળામાં દૂર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવતા મેળાની મોજ માતમમા ફેરવાઇ ગઇ છે. લોકમેળામાં 2 વ્યક્તિઓને વીજ કરંટ લગતા કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મેળામાં એક વ્યક્તિને કોઈ પણ કરણસર વીજ કરંટ લાગ્યો હતો.

સારવાર દરમિયાન બંને વ્યક્તિઓના મૃત્યુ

જે દરમિયાન આ વ્યક્તિને બચાવવા જવાના પ્રયાસમાં અન્ય એક કર્મી પણ વીજ ઝપટે ચડયો હતો. જેમાં બંનેને ગંભીર અસર થવા પામી હતી. આ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને વીજ કરંટ લાગતા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવારે અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરતું સારવાર કારગત ન નિવડતા બંનેએ  હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.


ગોંડલ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન

નોંધનીય છે કે કોરોના કહેરને પગલે ગોંડલ નગરપાલિકા દ્વારા બે વર્ષથી મેળાનું આયોજન મૌકુફ રખાયું હતું. પરતું હાલ કોરોના કહેર હળવો પડતા પાલિકા દ્વારા બે વર્ષ બાદ સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશ ધડુક, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહીતના આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો.  સાત દિવસ સુધી યોજાનારા આ લોક મેળામાં લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગોંડલ શહેર પોલીસના PI, PSI, SRP જવાનો સહિતના 100થી વધુ પોલીસ કર્મીઑ સેવા આપી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

ગોંડલમાં નગરપાલિકા સંચાલિત મેળો દુર્ઘટના બે વ્યક્તિઑના મોત વીજ કરંટ લગતા મોત Gondal
Mahadev Dave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ