બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Where did it rain today in Gujarat? Look at the land of 110 crores

તકલીફ છે / ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસ્યો વરસાદ? જોઈ લો 110 કરોડનો ભૂવો, પાણીના ભરાવાથી જ ચોમાસાની શરૂઆત

Vishal Khamar

Last Updated: 06:30 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 49 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. તો સુરતમાં એક મહિના પહેલા જ કરોડોનાં ખર્ચે બનેલ અંડરપાસ માટે બનાવેલી ડ્રેનેજ લાઈનમાં ભુવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

  • રાજ્યમાં 49 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા
  • વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • અંડરપાસમાં ભુવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલ

રાજ્યમાં આજે 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં મેઘમહેર થઈ છે.  નવસારી, મુંદ્રા, ચીખલી, ખેરગામ, ધરમપુર, મહુવા, પારડી, વલસાડ, વાલોડ,   નંત્રંગ, ગણદેવી, સોનગઢ, વ્યારામાં સવા બે ઈંચથી પોણા બે ઈંચ વરસાદ થવા પામ્યો  છે. જ્યારે ધોરાજીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ કડાણામાં 1 ઈંચ અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. 

મહિલા કોલેજ પાસે ભરાયા વરસાદી પાણી
બોટાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે શહેરનાં પાળીયાદ રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે મહિલા કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેથી રસ્તા પરથી પસાર થતી મહિલાઓને ભારે તકલીફ ભોગવવી પડી હતી. ત્યારે બપોર બાદ શહેર સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.  

વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
બોટાદ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક દિવસનાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. જેમાં બોટાદ, રાણપુર, ગઢસા, ઢસા સહિતનાં તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો હતો. તેમજ લાખણકા, ઈશ્વરીયા, ખોપાળા, પાળીયાદ, તરઘરા, ઉગામેડી સહિતનાં ગામોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વાવાણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. 

પ્રથમ વરસાદમાં પણ ધરમપુરમાં ભરાયા પાણી
વલસાડની ધરમપુર નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા છે. જેમાં પ્રથમ વરસાદમાં પણ ધરમપુરમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને આવવા જવામાં ભારે તકલીફ પડી હતી. સ્ટેટ હોસ્પિટલ સામેનાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. 

બગસરામાં સતત ચોથા દિવસે વરસાદ
અમરેલીનાં ધારી અને બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો. સતત ચોથા દિવસે બગસરામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ચોથા દિવસે પણ મેઘ મહેરનાં કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તાર ડેરી પીંપરીયા, માવજીંજવા, હડાળા, બાલાપુર સહિતનાં ગામોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. 

હવામાન વિભાગે 4 દિવસ ભારે વરસાદની કરી છે આગાહી
સુરત જીલ્લાનાં મહુવા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર કરચેલિયા, વલવાડા, મહુવરીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

એક મહિનાં પહેલા બનેલ અંડરપાસમાં ભુવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો
સુરતમાં મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કડોદરામાં એક મહિનાં પહેલા બનાવવામાં આવેલ અંડરપાસમાં ભૂવો પડ્યો છે. ત્યારે અંડરપાસ માટે બનાવેલી ડ્રેનેજ ગટર લાઈનમાં ભુવો પડ્યો છે. હજુ એક મહિના પહેલા કડોદરામાં અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. 110 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસમાં એક મહિનાં પહેલા જ ભુવો પડતા કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ