બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / When 11-year-old girl is strangled, need to think, has society become desensitized?

રાજકોટ / 11 વર્ષની બાળકી જ્યારે ગળે ફાંસો ખાય ત્યારે ચિંતનની જરૂર, શું સમાજ અસંવેદનશીલ થયો? રિસર્ચ બાદ માતાપિતા માટે કરાયા સૂચનો

Priyakant

Last Updated: 02:50 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: નિર્દોષ બાળકો ભણવાની, રમવાની, તણાવમુક્ત આનંદ માણવાની ઉંમરમાં આપઘાત જેવું પગલું ભરે છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજને લાગે છે આઘાત

  • બાળકોની આત્મહત્યા પાછળના કારણો શું? 
  • આપઘાત કરનારા મોટા ભાગે કિશોરાવસ્થામાં હોય છે 
  • માતાપિતા દ્વારા સતત અન્યની સાથે સરખામણી પણ એક કારણ 

Rajkot News : 11 વર્ષની બાળકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવે ત્યારે સમાજે મનોમંથન કરવાની જરૂર છે કે ક્યાંક આપણે અસંવેદનશીલ તો નથી થયા ને? વાત જાણે એમ છે કે, તાજેતરમાં રાજ્યમાં સામે આવેલ આપઘાતની ઘટનાનો વિચાર માંગી લે છે કે, શું કારણ હશે કે, યુવક-યુવતીઓ આપઘાત કરી રહ્યા છે ? નિર્દોષ બાળકો ભણવાની, રમવાની, તણાવમુક્ત આનંદ માણવાની ઉંમરમાં આપઘાત જેવું પગલું ભરે છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજને આઘાત લાગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. 

કેમ વધી રહી છે આત્મહત્યાની ઘટનાઓ ? 
આત્મહત્યાની ઘટનાઓ બાદ સવાલો ઉઠે છે કે બાળકે આવું કેમ કર્યું?  મોટાભાગના કિસ્સાઓમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા એ કારણ છે. બીજું જીદ પુરી ન થવાના લીધે પણ બાળક આ તરફ વળે છે, માતાપિતા અન્ય સાથે સરખામણી કરે ત્યારે બાળક લઘુતા નો ભાવ અનુભવે અને આ નિષ્ફળતા બાળકને તણાવ, એકલતા અને હતાશા તરફ ધકેલે છે. આ મુશ્કેલ સમયમાં બાળકને તેમના પ્રિયજનોની જરૂર છે.  ઘણીવાર આવા સમયે માતા-પિતા બાળકોના મિત્ર બની જાય છે અને તેમને સમજવાને બદલે ટોણા મારવા લાગે છે. પોતાના જ લોકોના આવા વર્તનથી બાળકોના કોમળ મનને થતી ઈજા તેમને આત્મહત્યા જેવા ગુના કરવા મજબૂર કરે છે.

આપઘાત કરનારા મોટા ભાગે કિશોરાવસ્થામાં હોય છે 
વિવિધ સંશોધનોના ડેટા અનુસાર આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો કિશોરાવસ્થામાં અથવા યુવાવસ્થામાં હોય છે. કિશોરાવસ્થા એ પ્રોબેશનનો સમય છે. બાળકોમાં અનેક પ્રકારના માનસિક અને શારીરિક ફેરફારો થાય છે. ઘણા નવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ સમય દરમિયાન તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે.  નાની નાની બાબતો પણ તેમના મન પર ઊંડી અસર કરે છે.

બાળકોની આત્મહત્યા પાછળના કારણો

  • સમય પહેલાંની પરિપક્વતા, ટીવી, મોબાઈલ અને ફાસ્ટ કોમ્યુનિકેશન ને કારણે 
  • શૈક્ષણિક જીવનમાં નિષ્ફળતા
  • લવ અફેર્સ
  • માતાપિતા સાથે સાયુજ્નો અભાવ
  • સમાજનું વિભાજન
  • અન્યની ઈર્ષ્યા
  • ક્ષણિક આવેગશીલતા
  • ઉચ્ચ અહમ
  • ના ન સાંભળી શકવાની ક્ષમતા 
  • અનુકરણ
  • માતાપિતા દ્વારા સતત અન્યની સાથે સરખામણી

1. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ
બાળકો ડિપ્રેશન, ચિંતા અને અન્ય ઘણી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ સાથે પણ સંઘર્ષ કરે છે. આના કારણે આત્મહત્યાના વિચારો આવવાનું જોખમ પણ વધી જાય છે.

2. ધાકધમકી/બુલિંગ
બુલિંગ જે ઘણીવાર શાળાઓમાં કે શેરીઓમાં મિત્રો દ્વારા થતું હોય, સોશિયલ મીડિયા પર અને મિત્રોમાં એકદમ સામાન્ય છે. જોકે કોઈપણ એક બાળકને નિશાન બનાવવાથી તેમના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. તેઓ શાળાએ જવાનું ટાળવા લાગે છે અથવા અન્ય બાળકો સાથે રમવા માંગતા નથી અને એકલા સમય પસાર કરવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિઓ નાના બાળકોના મનમાં આત્મહત્યાના વિચારોનું કારણ પણ બની જાય છે.

3. કૌટુંબિક સમસ્યાઓ
છૂટાછેડા, ઘરેલુ હિંસા અથવા માતા-પિતા તરફથી ધ્યાન ન આપવા જેવી કૌટુંબિક સમસ્યાઓ પણ બાળકોની ભાવનાત્મક સ્થિતિને અસર કરી શકે છે, જેના કારણે તેઓ હંમેશા હતાશ રહે છે અને પરેશાન રહેવાને કારણે તેઓ આત્મહત્યાના વિચારો આવવા લાગે છે.

4. ખોટી જીદ
આજકાલ બાળક ના સાંભળી શકતું નથી જેને લીધે તેનો અહમ ઘવાય છે અને ઘણી વખત ખોટી જીદ લઈને બેસી જાય છે. પોતાના મિત્રો પાસે જે કઈ હોય તેવું તેમને તાત્કાલિક જોઈએ છીએ અને જેને લીધે ખોટી જીદ કરતા જોવા મળે છે. જીદ પૂર્ણ ન થતા આત્મહત્યા જેવું પગલું ભરી બેસે છે.

માતાપિતા માટે સૂચનો

  • બાળક સાથે ખુલા મને વાત કરો.
  • જરૂર પડ્યે સલાહકારની મદદ લો.
  • બાળકના દરેક વર્તન પર નજર રાખો.
  • બાળ મનોવિજ્ઞાનની સમજૂતી કેળવો
  • બાળકને સમજાવોકે સમસ્યા સામે કેમ લડવું જોઈએ
  • બાળક સામે આત્મહત્યાની વાતો ટાળો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ