WhatsApp OTP scam doing the rounds, here is how you can stay safe
સાવધાન /
વૉટ્સઍપ પર હૅકર કરી રહ્યાં છે સ્કેમ, બચવા માટે આજે જ ચેન્જ કરી દો આ સેટિંગ
Team VTV12:16 PM, 24 Nov 20
| Updated: 01:01 PM, 24 Nov 20
સોશ્યલ મિડીયા જેટલુ વિસ્તરતુ જાય છે તેટલા જ હેકર અને સ્કેમ વધતા જાય છે. વૉટ્સઍપ એ હેકર્સ અને સ્કેમર્સનું લેટેસ્ટ ટાર્ગેટ છે. OTP ટ્રીક દ્વારા તે તમારા અકાઉન્ટને હૅક કરી છે. વૉટ્સઍપ એક એવી ઍપ છે જેને સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો યુઝ કરે છે.
વૉટ્સઍપ પર થઇ રહ્યો છે સ્કેમ
હૅક થવાથી બચવા અપનાવો આ રીત
તમે ન થઇ જતા સ્કેમનો શિકાર
કેમ વૉટ્સઍપ છે ટાર્ગેટ
આજકાલ વૉટ્સઍૅપ એક એવી ઍપ છે જેના દ્વારા લોકો એકબીજાને ડૉક્યુમેન્ટ્સ અને ડેટા શૅર કરે છે. જેના કારણે હૅકર્સ તમારા ડેટા ચોરવા માટે વૉટ્સઍપને હેક કરી રહ્યાં છે.
કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ
OTP ગેમ દ્વારા તમારુ અકાઉન્ટ હૅક કરી લેવામાં આવે છે. દાખલા તરીકે તમને તમારા મિત્રના નંબર પરથી એક મેસેજ આવી શકે જેમાં લખ્યુ હોય કે તે કોઇ ઇમરજન્સીમાં છે અને તેને તમારી હેલ્પની જરૂર છે. બાદમાં હૅકર તમારા નંબર પર આવેલ OTP નંબર માંગશે. જેવો તમે તેને નંબર આપશો કે તમારુ અકાઉન્ટ તમારા મોબાઇલમાંથી લોગઆઉટ થઇ જશે અને હૅકર તે અકાઉન્ટ યુઝ કરી શકશે. ક્યારેય પણ તમને જો આ પ્રકારે OTP આવે અને કોઇ તે નંબર માંગે તો તેને આપશો નહી, નહીતર મોટી તકલીફમાં મૂકાઇ જશો.
હૅક થયા બાદ શું
જો તમે OTP આપી દો છો અને તમારુ અકાઉન્ટ હૅક થઇ જાય છે તો હૅકર તમારા સેન્સેટીવ ડેટાનો મિસયુઝ કરી શકે છે અને તમારા અકાઉન્ટ દ્વારા તમારા બીજા મિત્રોના વૉટ્સૅપ હૅક કરી શકે છે. જો ક્યારેય પણ તમારી સામે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો પહેલા તમારા જે તે મિત્રને ફોન કરો અને કનફર્મ કરો કે તે જ છે કે નહી. જો તમે OTP નંબર શૅર કરી દેશો તો મોટી તકલીફમાં મુકાઇ જશો.
આ રીતે રહો સેફ
આ પ્રકારના સ્કેમથી દુર રહેવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દો. ખુબ ઇઝી સ્ટેપ્સમાં તમે આ ફીચર તમારા વૉટ્સૅઍપ પર ઓન કરી શકો છો.
વૉટ્સઍપ ચાલુ કરીને જમણી બાજુના કોર્નર પર ત્રણ ડોટ દેખાશે તેના પર ક્લિક કરો
તેમાં સેટિંગનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરીને અકાઉન્ટ સિલેક્ટ કરો
Two-step verification નામના ઓપ્શન પર ક્લિક કરીને ઓન કરો
જ્યારે તમે Two-step verification સિલેક્ટ કરશો ત્યારે તમને enable ઓપ્શન દેખાશે
જ્યારે તમે enable સિલેક્ટ કરશો ત્યારે તમને 6 ડિજીટનો પિન માંગશે
તમારા ફોનમાં કે ઇમેઇલમાં આવેલ નંબર તેમાં એડ કરવાનો રહેશે.
જ્યારે તમે ઇમેઇલ એડ્રેસ વેરિફાય કરશો બાદમાં તમારી Two-step verification એક્ટિવેટ થઇ જશે.