બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what will keep lizards away from house

કામની વાત / ઘરમાંથી ગરોળી ભગાવવાના ઉપાય: ઘરે જ આ વસ્તુની મદદથી બનાવી શકાય છે સ્પ્રે, લસણથી પણ મળશે મદદ

Bijal Vyas

Last Updated: 10:19 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pest Control: ગરોળી ઘરના જુદા જુદા ભાગોમાં હોય છે. ગરોળીને ભગાડવા માટે, તમે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી સ્પ્રે તૈયાર કરી શકો છો.

  • બારીઓ પર લસણની કળીઓ લટકાવીને પણ ગરોળીને ભગાડી શકો છો
  • ડુંગળીની આસપાસ ક્યારેય ગરોળી દેખાશે નહીં
  • ઘરમાંથી ગરોળીને હંમેશા માટે દૂર કરવા માટે તમે ડેટોલના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.

Pest Control:ઘણા લોકો ઘરમાં રહેલી ગરોળીથી ખૂબ ડરે છે. સમસ્યા છે કે થોડા સમય પછી ગરોળીનું કદ ધીમે ધીમે વધતું જાય છે. આવી સ્થિતિમાં, તમે ડુંગળીની છાલ સહિત ઘરમાં હાજર ઘણી વસ્તુઓની મદદ લઈ શકો છો. ગરોળી પણ આનાથી દૂર થઈ જશે અને તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે.

શું ડુંગળીથી ગરોળી ભાગી શકે છે ?
બહુ ઓછા લોકો જાણતા હશે કે ગરોળીને ડુંગળીની ગંધથી એલર્જી હોય છે. આ કારણે તમને ડુંગળીની આસપાસ ક્યારેય ગરોળી દેખાશે નહીં. તમારે માત્ર એટલું કરવાનું છે કે જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં ડુંગળીની છાલ રાખો. જો તમે ઈચ્છો તો ડુંગળીની છાલને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે પણ બનાવી શકો છો.

ગભરાશો નહીં! હાથ પર ગરોળી પડવી મનાય છે શુભ સંકેત, જાણો તેની પાછળ જોડાયેલ  માન્યતા | A lizard falling on your hand is considered a good sign, know the  belief behind it

શું ગરોળી લસણથી દૂર રહે છે? 
તમે ઘરના દરવાજા અને બારીઓ પર લસણની કળીઓ લટકાવીને પણ ગરોળીને ભગાડી શકો છો. જો ગરોળી ટોચ પર હોય, તો તમે ટેપની મદદથી લસણને દિવાલ પર પણ ચોંટાડી શકો છો.

ગરોળીને ઘરમાંથી હંમેશા માટે કેવી રીતે ભગાડવી?
ઘરમાંથી ગરોળીને હંમેશા માટે દૂર કરવા માટે તમે ડેટોલના સ્પ્રે અથવા ક્લિનિંગ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત એક બાઉલ પાણી ગરમ કરવાનું છે અને તેમાં 2-3 ચમચી ડેટોલ અને ડિટર્જન્ટ ઉમેરો. હવે આ પ્રવાહીને સ્પ્રે બોટલમાં મૂકો અને જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં તેને સ્પ્રે મારો.

astrology tips for lizards

ગરોળી કોનાથી ડરે છે? 
ઘરની ગરોળીથી છુટકારો મેળવવા માટે તમે પાણીમાં કાળા મરીના પાવડરને મિક્સ કરીને સ્પ્રે પણ બનાવી શકો છો. કાળા મરી એ ગરમ મસાલામાંથી એક છે, જેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી. જો જમીન પર ગરોળી જોવા મળે તો આખા કાળા મરીને પણ ખૂણામાં રાખી શકો છો.

ગરોળી ભગાડવા માટે રાખો સફાઇનું ધ્યાન  
આ બધી ટિપ્સ સિવાય તમારે ઘરની સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગંદા ઘરમાં ગરોળી આવવાની શક્યતાઓ વધુ હોય છે. ગરોળીની સાથે અન્ય જીવજંતુઓ પણ ગંદકીના કારણે ઘરમાં આવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ