ગત રોજ જાહેર થયેલ UPSCની પરીક્ષામાં ટોચના 1 હજાર રેન્કમાં ગુજરાતનાં 16 વિદ્યાર્થીઓ છે. UPSCની પરીક્ષામાં 17 ગુજરાતીઓની સફળતાનો મંત્ર શું છે? તેમજ UPSCમાં ગુજરાતીઓ વધુને વધુ સફળ થાય તે માટે શું થઈ શકે?
કિસ્સો જાણીતો છે છતા ફરી યાદ કરી લઈએ કારણ કે આજના વિષયને સંલગ્ન બની શકશે. કિસ્સો એ સમયનો છે જયારે IASને બદલે ICS એટલે કે ઈન્ડિયન સિવિલ સર્વિસ અસ્તિત્વમાં હતી. એ સમયે ઈન્ટરવ્યૂ આપનાર હતા સુભાષચંદ્ર બોઝ. ઈન્ટરવ્યૂ લેનાર પેનલે એ જ પ્રશ્ન પૂછ્યો જે અગાઉના ઉમેદવારોને પૂછ્યો હતો, એ પ્રશ્ન એવો હતો કે તમે મોડી રાત્રે પરીક્ષાને લગતું સાહિત્ય વાંચી રહ્યા છો એવા સમયે તમારી નાની બહેન નિર્વસ્ત્ર હાલતમાં તમારી સમક્ષ આવે તો તમે શું કરો?
પાસ થનારા ઉમેદવારો મોટેભાગે ડોકટર એન્જિનિયર છે
અગાઉના સૌ કોઈ ઉમેદવારો આ સવાલનો શું જવાબ આપવો એ જરાપણ સમજી ન શક્યા. આવા સમયે સુભાષ બાબુએ બહુ જ સરળતાથી કહ્યું કે હું મારી નાની બહેનને તેડીને લઉ જઉ અને પારણામાં ઝૂલાવીને સુવાડી દઉ..સુભાષ બાબુનો આ જવાબ સનદી સેવાના અધિકારીની કયા સ્તરની સમજણશક્તિ હોવી જોઈએ તેનો પરિચાયક છે.. UPSCની પરીક્ષાની, આ પરીક્ષામાં સફળતા મેળવવાની ટીપ્સની. ગુજરાત માટે સકારાત્મક બાબત એ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે યુપીએસસી પાસઆઉટની સંખ્યા વધી છે, એક વિશેષતા એ પણ છે કે પાસ થનારા ઉમેદવારો મોટેભાગે ડોકટર એન્જિનિયર છે તેમ છતા મુખ્ય વિષય તરીકે તેમણે આર્ટસને લગતા વિષય વધુ લીધા હતા.
UPSC 2022નું પરિણામ જાહેર થયું
પરિણામમાં ટોચના 3 નંબર પર દીકરીઓ આવી
ટોચના 1 હજાર રેન્કમાં 16 વિદ્યાર્થી ગુજરાતના
UPSC 2022નું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં ટોચના 3 નંબર પર દીકરીઓ આવી છે. ટોચના 1 હજાર રેન્કમાં 16 વિદ્યાર્થી ગુજરાતના છે. દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ત્યારે પ્રિલિમ, મેઈન અને મૌખિક ઈન્ટરવ્યૂ-પર્સનાલીટી ટેસ્ટના અઘરા માપદંડ છે. અઘરા માપદંડને ઉમેદવારોએ સરળ બનાવ્યા. UPSCની પરીક્ષામાં સખત અને પદ્ધતિસરનો પરિશ્રમ સફળતાનો એકમાત્ર વિકલ્પ છે. હજારો વિદ્યાર્થીઓમાંથી નજીવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થતા હોય છે. સ્ટેટ લેવલની પરીક્ષા પાસ કરી હોય તેવા લોકો પણ UPSC આપે છે.
આ વર્ષે UPSCમાં પાસ થનારા ગુજરાતીઓની સંખ્યા વધી
ગુજરાતમાંથી UPSCમાં 16 ઉમેદવારોએ ટોચના 1 હજાર રેન્કમાં સ્થાન મેળવ્યું
ગુજરાતમાં UPSC પાસ કરનારા સ્પીપાના વિદ્યાર્થી
UPSCની પરીક્ષામાં ગુજરાતીઓ ક્યાં?
આ વર્ષે UPSCમાં પાસ થનારા ગુજરાતીઓની સંખ્યા વધી છે. ગુજરાતમાંથી UPSCમાં 16 ઉમેદવારોએ ટોચના 1 હજાર રેન્કમાં સ્થાન મેળવ્યું. આ વર્ષે પહેલા 150 રેન્કમાં પણ ગુજરાતીનું સ્થાન છે. ગુજરાતમાં UPSC પાસ કરનારા સ્પીપાના વિદ્યાર્થીઓ છે.
રાજ્યના વિદ્યાર્થીમાંથી 14 એન્જિનિયર, 2 ડૉકટર
પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય તરીકે આર્ટસના વિષય રાખ્યા હતા
સૌથી વધુ 5 ઉમેદવાર રાજનીતિશાસ્ત્રના મુખ્ય વિષય સાથે પાસ થયા
ગુજરાત માટે આ વર્ષે શું છે ખાસ?
રાજ્યના વિદ્યાર્થીમાંથી 14 એન્જિનિયર, 2 ડૉકટર છે. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય તરીકે આર્ટસના વિષય રાખ્યા હતા. સૌથી વધુ 5 ઉમેદવાર રાજનીતિશાસ્ત્રના મુખ્ય વિષય સાથે પાસ થયા. બે ઉમેદવારે સમાજશાસ્ત્ર જયારે બે ઉમેદવારે ફિલોસોફી વિષય રાખ્યો હતો. સ્પીપામાંથી તાલિમ મેળવીને પાસ થનારા 16 ઉમેદવાર છે. અન્ય એક ઉમેદવારે દિલ્લીથી ફોર્મ ભર્યુ હતું. ગત વર્ષ કરતા આ વર્ષે UPSC પાસ કરનારા ગુજરાતીની સંખ્યા વધી છે. ટોચના 500 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 4 વિદ્યાર્થી છે.
ગુજરાતના ઉમેદવારોનો કેટલામો રેન્ક?
અતુલ ત્યાગી
રેન્ક-145
દુષ્યંત ભેડા
રેન્ક-262
વિષ્ણુ શશિકુમાર
રેન્ક-394
ચંદ્રેશ શંખલા
રેન્ક-414
ઉત્સવ જોગાણી
રેન્ક-712
માનસી મીણા
રેન્ક-738
કાર્તિકેય કુમાર
રેન્ક-812
મૌસમ મહેતા
રેન્ક-814
મયુર પરમાર
રેન્ક-823
આદિત્ય અમરાણી
રેન્ક- 865
કેયુર પારગી
રેન્ક-867
નયન સોલંકી
રેન્ક-869
કૌશિક મંગેરા
રેન્ક-894
ભાવના વાઢેર
રેન્ક- 904
ચિંતન દૂધેલા
રેન્ક- 914
પ્રણવ ગૌરેલા
રેન્ક-925
UPSCમાં કેવી રીતે મળે સફળતા?
સિલેબસ ડાઉનલોડ કરીને સમજવો
સિલેબસને ધ્યાનથી વાંચીને જ અભ્યાસમાં આગળ વધવું
વિદ્યાર્થીનું વ્યક્તિગત સમર્પણ બહુ જ અગત્યનું
સમયપત્રક બનાવો અને તે પ્રમાણે જ અભ્યાસ કરો
વર્તમાનપત્ર ફરજિયાત વાંચવા
વર્તમાનપત્ર વાંચવાથી સાંપ્રત ઘટનાઓ ઉપર પકડ બનશે
NCERTના પુસ્તકો ઘણાં જ અગત્યના
પુનરાવર્તન માટે ફરજિયાત નોટ્સ બનાવો
પરીક્ષાના થોડા દિવસ અગાઉ શોર્ટ નોટ્સ ઉપયોગી થશે
સમયાંતરે મોક ટેસ્ટનું આયોજન કરવું જેથી પરીક્ષાથી વાકેફ થવાય