અમદાવાદ / પર્યાવરણના જતન તરફ રેલવેનું સકારાત્મક પગલું, પશ્ચિમ રેલવેએ 8 સ્ટેશન પર લાગાવ્યા સોલાર પ્લાન્ટ

પર્યાવરણના જતન તરફ રેલવેનો એક સકારાત્મક અભિગમ જોવા મળ્યો છે. પશ્ચિમ રેલવે ડિવિઝનના આઠ સ્ટેશન પર સોલાર પ્લાન્ટ લગાવામાં આવ્યાં છે. મંડળના આઠ સ્ટેશન રાજકોટ, ઓખા, જામનગર, લાખામાંચી, ચમારજ, મોડપુર, લાખાબાવળ અને પીપળીમાં સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે. અમદાવાદના ત્રણ સ્ટેશન કાલૂપુર, સાબમતી અને આંબલીમાં સોલાર પ્લાન્ટ લગાયા છે. આ સોલાર પેનલથી વર્ષ 2019-20 દરમિયાન કુલ 144841 કેડબલ્યુએચ યુનિટ્સનું ઉત્પાદન થયું હતું, જેના કારણે રાજકોટ ડિવિઝન દ્વારા એક વર્ષમાં આશરે 10.54 લાખ રૂપિયાની બચત કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ