બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / weather department issued a yellow alert in rural areas in gujarat

અંગ દઝાડતી ગરમી / કામ વિના ઘરની બહાર ના નીકળતા, હવામાન વિભાગે આ વિસ્તારોમાં આપ્યું યલો એલર્ટ

Dhruv

Last Updated: 09:43 AM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ યલો એલર્ટ રહેશે તેવી હવામાને વિભાગે આગાહી કરી છે.

  • ગુજરાતમાં બે દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની રહેશે અસર
  • ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું યલો અલર્ટ

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાને વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની અસર રહેશે.

ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું યલો અલર્ટ

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ગરમીની વ્યાપક અસર રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો બીજી બાજુ મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પણ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે.

આ વખતે ચોમાસું પણ વહેલું બેસશે

જો કે, બીજી બાજુ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસું પણ વહેલું બેસશે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 44ની આસપાસ જ રહેશે. શનિવારના રોજ ગરમીની વાત કરીએ તો, દિવસ દરમિયાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. એક અનુમાન મુજબ, અમદાવાદમાં આગામી 22 મે સુધી તાપમાન 43થી નીચે જવાની સંભાવના નથી.

જાણો કયા વિસ્તારમાં હિટવેવ વર્તશે?

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં દિવસ દરમ્યાન ગરમ પવન ફુંકાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી સતત ગરમીના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે પણ ગરમીનો પારો આસમાને જ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ