દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા પોતાના ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે નવા નવા પ્લાન લોન્ચ કરતું રહે છે. તો હવે કંપનીએ 4 જોરદાર પ્લાન લોન્ચ કર્યા છે.
વીઆઈના ગ્રાહકો માટે સારાં સમાચાર
કંપનીએ લોન્ચ કર્યા 4 નવા પ્લાન્સ
આ પ્લાનમાં ગ્રાહકોને મળશે જોરદાર સુવિધા
વીઆઈએ આ પ્લાન ખાસ કોર્પોરેટ કસ્ટમર્સ માટે લોન્ચ કર્યા છે. જેની કિંમત 299 રૂપિયાથી શરૂ થાય છે. બિઝનેસ પ્લસ આ પોસ્ટપેડ પ્લાન્સ છે. જેમાં ડેટા અને કોલિંગ સહિત અન્ય એક્સક્લૂસિવ બેનેફિટ્સ પણ મળશે.
299 રૂપિયાનો બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન
દર મહિને 299 રૂપિયાના બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ મળે છે. ગ્રાહકોને દર મહિને 3000 એસએમએસ પણ આપવામાં આવે છે. ઉપરાંત, એક મહિના માટે કુલ 30 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય મોબાઇલ સિક્યોરિટી, વી મૂવીઝ અને ટીવી ક્લાસિક એપ્લિકેશનનું ફ્રી સબ્સ્ક્રિપ્શન, અને વી કોલર ટ્યૂન્સ આપવામાં આવે છે.
349 રૂપિયાનો બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન
આ પ્લાન પણ 299 રૂપિયાના પ્લાન જેવો જ છે. બસ આ પ્લાનમાં 10 જીબી એકસ્ટ્રા ડેટા મળે છે. દર મહિને 349 રૂપિયાના બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ મળે છે. ગ્રાહકોને દર મહિને 3000 એસએમએસ પણ આપવામાં આવે છે. ઉપરાંત, એક મહિના માટે કુલ 40 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય મોબાઇલ સિક્યોરિટી, વી મૂવીઝ અને ટીવી ક્લાસિક એપ્લિકેશનનું ફ્રી સબ્સ્ક્રિપ્શન, અને વી કોલર ટ્યૂન્સ આપવામાં આવે છે.
399 રૂપિયાનો બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન
દર મહિને 399 રૂપિયાના બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ મળે છે. ગ્રાહકોને દર મહિને 3000 એસએમએસ પણ આપવામાં આવે છે. ઉપરાંત, એક મહિના માટે કુલ 60 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય મોબાઇલ સિક્યોરિટી, વી મૂવીઝ અને ટીવી ક્લાસિક એપ્લિકેશનનું ફ્રી સબ્સ્ક્રિપ્શન, અને વી કોલર ટ્યૂન્સ આપવામાં આવે છે.
499 રૂપિયાનો બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાન
દર મહિને 499 રૂપિયાના બિઝનેસ પ્લસ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ મળે છે. ગ્રાહકોને દર મહિને 3000 એસએમએસ પણ આપવામાં આવે છે. ઉપરાંત, એક મહિના માટે કુલ 100 જીબી ડેટા આપવામાં આવે છે. આમાં વધુ ડેટાની સાથે ડિઝની પ્લસ હોટસ્ટારનું આખા વર્ષ માટે ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય મોબાઇલ સિક્યોરિટી, વી મૂવીઝ અને ટીવી ક્લાસિક એપ્લિકેશનનું ફ્રી સબ્સ્ક્રિપ્શન, અને વી કોલર ટ્યૂન્સ આપવામાં આવે છે.