બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli and sourav ganguly shook hands after rcb humiliating loss vs dc ipl2023

IPL 2023 / RCB ની ભૂંડી હાર બાદ વાયરલ થઈ રહી છે ગાંગુલી-વિરાટની આ તસવીર, ગઈ વખત જેવુ ન થયું તો ફેન્સ થઈ ગયા ખુશ

Manisha Jogi

Last Updated: 09:32 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં વિરાટ કોહલી વિવાદને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. 15 એપ્રિલના રોજ થયેલ મેચ પછી કોહલીએ BCCIના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી સાથે હાથ મિલાવ્યો નહોતો

  • કોહલી વિવાદને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે.
  • સૌરવ ગાંગુલી સાથે હાથ મિલાવ્યો નહોતો.
  • લોકોએ કહી રહ્યા હતા કે, હવે શું થશે?

હાલના સમયમાં વિરાટ કોહલી વિવાદને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. વિરાટ, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચેના વિવાદની ચર્ચા કરવામાં આવી રહી છે. તે પહેલા વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે પણ વિવાદ થયો હતો. 15 એપ્રિલના રોજ થયેલ મેચ પછી કોહલીએ BCCIના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી સાથે હાથ મિલાવ્યો નહોતો. આ બાબતે ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી. 6 મેના રોજ રિવર્સ ફિક્સચર પછી લોકો કહી રહ્યા હતા કે, હવે શું થશે?

કોહલી-ગાંગુલી
વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી હાથ મિલાવ્યો અને ગળે પણ વળગ્યા હતા. અગાઉ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલ મેચ પછી વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યો નહોતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેચ પછી આ બંને પ્લેયરો સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધું હતું. આ તમામ ઘટનાઓને કારણે વિરાટ કોહલી પાસેથી ભારતીય ટીમની કેપ્ટનશીપ લેવાનું જણાવવામાં આવ્યું હતું. ગાંગુલીના કાર્યકાળ દરમિયાન કોહલીએ T20Iની કેપ્ટનશીપ છોડી હતી, ત્યાર પછી વન ડેની કેપ્ટનશીપ પરત લેવામાં આવી હતી. 

આ ઘટના પછી બંને પક્ષ તરફથી અલગ અલગ દાવા કરવામાં આવ્યા હતા. ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેમણે વિરાટ કોહલીને કેપ્ટનશીપ છોડવાની અપીલ કરી હતી અને વિરાટે ના પાડી હતી. ત્યારપછી આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ બાબતો પછી બધુ જ સરખું થતું હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થયેલ IPL2023 મેચ પછી વિરાટ કોહલી અને ગાંગુલીએ હાથ મિલાવ્યો હતો અને ગળે પણ લાગ્યા હતા. 

RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બેટીંગનો નિર્ણય કર્યો હતો. RCBએ 20 ઓવરમાં 181 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમ અલગ જ મૂડમાં હતી. ડેવિડ વોર્નર અને ફિલ સોલ્ટે RCBના બોલર્સ પર ધૂમ મચાવી હતી અને  માત્ર 16.4 ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. ફિલ સોલ્ટે માત્ર 45 બોલમાં 87 રન કર્યા હતા. કેપ્ટન વોર્નર, મિચ માર્શ અને રાઈલી રૂસોએ શાનદાર ઈનિંગ રમી હતી. આ જીત પછી દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાન પર આવી ગઈ છે અને હૈદરાબાદની ટીમ છેલ્લા નંબર પર પહોંચી ગઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ