તાયફો /
કંઈક તો શરમ કરો ભાજપ નેતા : કોરોનામાં તમારો જન્મદિવસ કોઈકનો મરણદિવસ બની જશે
Team VTV10:38 PM, 30 Mar 21
| Updated: 10:40 PM, 30 Mar 21
એક તરફ કોરોના..કોરોના...ની બુમો પાડી રહી છે... લોકો હોસ્પિટલોમાં ભરતી થઈ રહ્યા છે. કોરોનાના કેસોનો રાફડો ફાડ્યો છે.જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ મહામારી વચ્ચે તાયફાઓ કરી રહ્યા છે. આવો જ એક તાયફા ભરેલો વીડિયો સુરતમાં સામે આવ્યો છે.
ભાજપ નેતાઓ પોતાની મસ્તીમાં
વિજેતા ઉમેદવારે કરી ઉજવણી
સામાજિક અંતરના ધજાગરા
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, સુરતમાં કોરોનાની કેવી સ્થિતિ છે અને કેટલી ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે આ કોરોના વિસ્ફોટ વચ્ચે ભાજપના નેતાઓની તાયફા બાળી ઉજવણી. જેમાં ન તો માસ્ક છે કે નતો સોશિયલ ડિસ્ટન્સિંગ...
સુરતના ભાજપ નેતાનો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં સુરતના ખોલવડ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર એઝાઝ તેલીના જન્મદિવસની ઉજવણીનો છે. મહામારીના વિસ્ફોટ વચ્ચે નેતાજીએ ભવ્ય રીતે કેક કટિંગ કરીને જન્મ દિવસ તો ઉજવ્યો જ. પરંતુ તેની સાથે-સાથે આ પાર્ટીમાં ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા અને જિલ્લા પંચાયતના સભ્ય રવજી વસાવા સહિતના અનેક લોકોએ હાજરી આપી તેમને શુભેચ્છા પણ પાઠવી. આપને જાણીને નવાઈ તો એ લાગશે કે, વી.ડી.ઝાલાવાડીયા તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત પણ થયા હતા..
મોજ-મસ્તીના દ્રશ્યોએ ઉભા થયાં સવાલ
આ તાયફાઓ..આ સેલિબ્રેશન અને આ મોજ-મસ્તીના દ્રશ્યો સામે આવતા જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે, કોરોના વિસ્ફોટની સ્થિતિમાં આ પ્રકારની ઉજવણી શા માટે? એક તરફ 144 લાગુ કરાઈ છે.. જ્યારે બીજી તરફ પાર્ટીઓ થઈ રહી છે તે કેટલું યોગ્ય? લોકોને નિયમો પાળવા અપાય છે સૂચના.. નેતાઓ માટે શુ ? સવાલો અનેક છે અને જનતામાં પણ ભારોભાર રોષ છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આ પ્રકારના તાયફા સામે ભાજપ સરકાર કોઈ કડક પગલા ભરે છે કે, કેમ...