So Scary /
મગરને આ રીતે KISS કરી ભેટી પડ્યો શખ્સ, શૉકિંગ VIDEO જોઈને છુટી જશે પરસેવો
Team VTV07:58 PM, 23 May 22
| Updated: 07:59 PM, 23 May 22
સોશિયલ મીડિયા પર હાલ એક ખૂબ જ ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ ખતરનાક મગરને કિસ અને હગ કરતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ખતરનાક વીડિયો
શખ્સ મગરને કરી રહ્યો છે કિસ અને હગ
વીડિયો જોઈને છુટી જશે તમારો પરસેવો
હાલ સોશિયલ મીડિયા પર મગર અને એક શખ્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમે દંગ રહી જશો. હકીકતે વાયરલ વીડિયોમાં શખ્સ મગરની સાથે ન ફક્ત મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેને કિસ કર્યા બાદ તેને હગ કરતો પણ જોવા મળી રહ્યો છે.
વાયરલ થયો ખતરનાક વીડિયો
વાયરલ થઈ રહેલો આ વીડિયો ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. કારણ કે જે રીતે વ્યક્તિ મગરની વચ્ચે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને કોઈના પણ હાર્ટ બિટ સ્કીપ થઈ શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ મગરના પંજાને પોતાના હાથમાં લે છે.
ત્યાર બાદ તેના મોઢા પર કિસ કરે છે. બાદમાં તે તેની સાથે સુઈને મસ્તી કરે છે. આટલું જ નહીં શખ્સ, મગરની પીઠ પર સુઈને તેને હગ પણ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો ચોંકાવનારૂ રિએક્શન આપી રહ્યા છે.
મગર સાથે મસ્તી કરતો જોવા મળ્યો શખ્સ
મગરના આ ખૂબ જ ચોંકાવનારા વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર world_of_Snakes નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. 13 એપ્રિલે શેર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 34 હજારથી પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા વધી રહી છે.