અમરેલીમાં મેઘમહેર: ધરતીપુત્રો ખુશખુશાલ, નદીઓમાં આવ્યા નવા નીર

By : krupamehta 09:52 AM, 11 July 2018 | Updated : 09:52 AM, 11 July 2018
અમરેલી: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના જાફરાબાદ, રબારીકા અને રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નદીના પાણીના અદભૂત દ્રશ્યો જોવા માટે ગામના લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા. 

અમરેલીના જાફરાબાદ તાલુકામાં અવિરત વરસાદને પગલે ફાસરીયા ગામે સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. રબારીગામમાં સાંબેલાધાર વરસાદ વરસતા માલણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ઘોડાપુરના પગલે અનેક ગામડાઓમાં પાણી ભરાયા હતા.

આ તરફ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 5 ઈંચ વરસાદના કારણે તાલાલાના ધાવા ગામે રાખોડી નદીમાં નવા નીર સાથે પૂર આવતા લોકો ખુશખુશાલ થયા હતા. 

બીજી તરફ થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યુ હતું. પાંચ દિવસથી બંધ કરેલા નહેરમાં આજે પાણી છોડાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.  Recent Story

Popular Story